આંખોમાં આંસુ, ગળામાં.., પેરિસથી પરત આવેલી વિનેશ ફોગાટનું IGI એરપોર્ટ પર શાનદાર સ્વાગત
છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બનેલી વિનેશ ફોગાટ શનિવારે ભારત પરત ફરી છે. સવારે 10 :30 વાગ્યે તેનું વિમાન દિલ્હી એરપોર્ટ પહોંચ્યું હતું. વિનેશ ઓલિમ્પિક માટે ઘણા દિવસોથી પેરિસમાં હતી. ભારત પરત ફર્યા બાદ IGI એરપોર્ટ પર તેનું હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેને રિસીવ કરવા માટે બજરંગ પુનિયા, સાક્ષી મલિક જેવા દિગ્ગજ પણ એરપોર્ટ પહોંચ્યા હતા, જેમને જોઈને તે ખૂબ જ ભાવુક થઈ ગઈ અને આંસુ છલકી પડ્યા.
ફાઈનલ મેચમાંથી ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગાટે કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં સિલ્વર મેડલ માટે અપીલ કરી હતી. પરંતુ 14 ઑગસ્ટે તેની અપીલ રદ્દ કરી દેવામાં આવી હતી અને તેને સિલ્વર મેડલ આપવામાં આવ્યો નહોતો. આ નિર્ણયથી ભારતીય ચાહકો ખૂબ જ નારાજ હતા.
વિનેશને માત્ર પેરિસ ઓલિમ્પિકમાં જ નહીં.પરંતુ આ અગાઉ પણ 2 વખત ઝટકો લાગી ચૂક્યો છે. વિનેશે 2016 રિયો ગેમ્સમાં ઓલિમ્પિકમાં ડેબ્યૂ કર્યું હતું. 2016 રિયો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઈનલમાં ઘૂંટણની ઈજાને કારણે તેની મેડલની આશા પર પાણી ફરી વળ્યું હતું. ત્યારબાદ, તે 2020માં ટોક્યો ઓલિમ્પિકની 53 કિગ્રા વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી અને હવે 2024 માં તે વધુ વજનના કારણે બહાર થઈ ગઈ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp