કોણ છે મોહમ્મદ અમાન, જેને ઇન્ડિયા અંડર-19 ટીમનો બનાવાયો કેપ્ટન, નાની ઉંમરે અનાથ બન્યો; ટ્રેનના

કોણ છે મોહમ્મદ અમાન, જેને ઇન્ડિયા અંડર-19 ટીમનો બનાવાયો કેપ્ટન, નાની ઉંમરે અનાથ બન્યો; ટ્રેનના જનરલ ડબ્બામાં ટોઇલેટ પાસે...

09/02/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

કોણ છે મોહમ્મદ અમાન, જેને ઇન્ડિયા અંડર-19 ટીમનો બનાવાયો કેપ્ટન, નાની ઉંમરે અનાથ બન્યો; ટ્રેનના

ક્રિકેટ ભારતમાં સૌથી વધુ જોવામાં આવતી રમત છે. એવામાં ભારતીય ટીમ સુધી પહોંચવા માટે ખેલાડીઓને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. અત્યાર સુધી આપણે ઘણા સ્ટાર ક્રિકેટરોના સંઘર્ષની વાતો સાંભળી છે, પરંતુ તાજેતરમાં જ ભારતની અંડર-19 ટીમના કેપ્ટન બનેલા મોહમ્મદ અમાનની કહાનીએ બધાને હચમચાવી દીધા છે. આ સફર તેના માટે બિલકુલ સરળ રહી નથી. પરંતુ હવે તે ભારતની અંડર-19 ટીમની જવાબદારી સંભાળવા પૂરી રીતે તૈયાર છે.


કોણ છે મોહમ્મદ અમાન?

કોણ છે મોહમ્મદ અમાન?

મોહમ્મદ અમાન ઉત્તર પ્રદેશના સહારનપુરનો રહેવાસી છે. આ અગાઉ અમન નવેમ્બર 2023માં યોજાયેલા એશિયા કપમાં અંડર-19 ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે. મોહમ્મદ અમાન એક શાનદાર બેટ્સમેન છે. 18 વર્ષીય અમન એક ફાસ્ટ બોલર પણ છે. તમને જણાવી દઇએ કે, તેની માતા સાયબાનું 2020માં કોવિડ-19 મહામારી દરમિયાન નિધન થઇ ગયું હતું. જ્યારે, તેના પિતા મહેતાબ એક ટ્રક ડ્રાઇવર હતો, જેનું વર્ષ 2022માં અવસાન થઇ ગયું હતું. એટલે કે અમન 16 વર્ષની ઉંમરે અનાથ થઇ ગયો હતો. ત્યારબાદ તેણે પોતાના 3 નાના ભાઇ-બહેનોની જવાબદારી સંભાળી, અને પોતાની રમત પણ ચાલુ રાખી. હવે તેને આ મહેનતનું ફળ મળ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા મોહમ્મદ અમાને કહ્યું, 'જે દિવસે મેં મારા પિતાને ગુમાવ્યા, એવું લાગ્યું કે જાણે હું એક દિવસમાં જ અચાનક મોટો થઇ ગયો. મારે મારી નાની બહેન અને 2 ભાઇઓની જવાબદારી સંભાળવાની હતી, મારા પિતાના ગયા બાદ હું પરિવારનો વડો હતો. આ ઘટના બાદ મેં પોતાની જાતને કહ્યું કે મારે ક્રિકેટ છોડી દેવી જોઇએ. પરિવારના ભરણ-પોષણ માટે સહારનપુરમાં નોકરીની શોધ પણ કરી, પરંતુ કોઇ કામ ન મળ્યું. એવામાં કેટલાક લોકો મદદ માટે આગળ આવ્યા જેથી હું મારી રમત ચાલુ રાખી શકું.


ખાલી પેટે વિતાવી રાત

ખાલી પેટે વિતાવી રાત

મોહમ્મદ અમાને એ પણ જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે તેને ખાલી પેટે સૂવું પડતું હતું. ખાલી પેટે સૂવાની વાત કરતાં અમને કહ્યું, 'ભૂખથી મોટું કંઇ નથી. હું હવે પોતાના ખોરાકનો ક્યારેય બગાડ કરતો નથી કેમ કે હું જાણું છું કે તેને કમાવું કેટલું મુશ્કેલ છે. જ્યારે કાનપુરમાં UPCA વયજૂથની ટ્રાયલ યોજાતી, ત્યારે હું ટ્રેનના જનરલ ડબ્બામાં ટોઇલેટ પાસે બેસીને મુસાફરી કરતો હતો. હવે, જ્યારે હું ફ્લાઇટમાં મુસાફરી કરું છું અને સારી હૉટેલમાં રહું છું, ત્યારે હું બસ ભગવાનનો આભાર માનું છું.

અમાન અત્યાર સુધીમાં વર્ષ 2016-17માં અંડર-14, વર્ષ 2017-18માં અંડર-14, વર્ષ 2018-19માં અંડર-16, વર્ષ 2019-20માં અંડર-16 અને  વર્ષ 2022-23માં અંડર -19 ક્રિકેટની શ્રેણીમાં રમ્યો છે. ગત સીઝનમાં, અમાને વિનુ માંકડ ટ્રોફીમાં યુપી અંડર-19 ટીમ માટે 8 ઇનિંગ્સમાં 363 રન બનાવ્યા હતા, જેમાં 4 અડધી સદી સામેલ હતી. તે અંડર-19 ચેલેન્જર સીરિઝમાં 98ની એવરેજથી 294 રન બનાવીને બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો. એ સિવાય 2023માં તે ઉત્તર પ્રદેશની અંડર-19 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.


ઓસ્ટ્રેલિયા સામે ભારતની વન-ડે અંડર-19 ટીમ:

ઓસ્ટ્રેલિયા સામે ભારતની વન-ડે અંડર-19 ટીમ:

રુદ્ર પટેલ, સાહિલ પારખ, કાર્તિકેય કેપી, મોહમ્મદ અમાન (કેપ્ટન), કિરણ ચોરમલે, અભિજ્ઞાન કુંડૂ (વિકેટકીપર), હરવંશ સિંહ પંગલિયા (વિકેટકીપર), સમિત દ્રવિડ, યુદ્ધજ ગુહા, સમર્થ એન, નિખિલ કુમાર, ચેતન શર્મા, હાર્દિક રાજ, રોહિત રાજ અવત, મોહમ્મદ અનાન.

ઓસ્ટ્રેલિયા સામે ભારતની ટેસ્ટ અંડર-19 ટીમ:

વૈભવ સૂર્યવંશી, નિત્યા પંડ્યા, વિહાન મલ્હોત્રા (વાઇસ-કેપ્ટન), સોહમ પટવર્ધન (કેપ્ટન), કાર્તિકેય કેપી, સમિત દ્રવિડ, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ પંગલિયા (વિકેટકીપર), ચેતન શર્મા, સમર્થ એન, આદિત્ય રાવત, નિખિલ કુમાર, અનમોલજીત સિંહ, આદિત્ય સિંહ, મોહમ્મદ અનાન.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top