Video: એવું શું થયું કે માસ્ટર બ્લાસ્ટરનો દોસ્ત વિનોદ કાંબલી ચાલી પણ નથી શકતો? લોકોએ સહારો આપીન

Video: એવું શું થયું કે માસ્ટર બ્લાસ્ટરનો દોસ્ત વિનોદ કાંબલી ચાલી પણ નથી શકતો? લોકોએ સહારો આપીને..

08/06/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

Video: એવું શું થયું કે માસ્ટર બ્લાસ્ટરનો દોસ્ત વિનોદ કાંબલી ચાલી પણ નથી શકતો? લોકોએ સહારો આપીન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જે ખેલાડીને એક સમયે સચિન તેંડુલકર કરતા શ્રેષ્ઠ માનવામાં આવ્યા હતા. જે એક સમયે મેદાન પર રન બનાવતા થાકતા નહોતા. હવે તેઓ સારી રીતે ચાલી પણ શકતા નથી. હા, આપણે અહીં વાત કરી રહ્યા છીએ વિનોદ કાંબલીની. યૂઝર્સ આ વાયરલ વીડિયોને લઇને તમામ પ્રકારની વાતો કહી રહ્યા છે. કોઈએ કહ્યું કે, વિનોદ કાંબલી નશામાં હતા, તો કોઈએ તેને બીમાર કહ્યા.


વાયરલ વીડિયોમાં શું છે

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વિનોદ કાંબલી એક બાઇક પાસે ઉભા છે. તેઓ થોડી સેકન્ડ ત્યાં ઊભા રહે છે. પછી અચાનક તેઓ ડગમગવા લાગે છે. તેથી પાસે ઉભી રહેલી વ્યક્તિ તેને સહારો આપે છે. કેટલાક અન્ય લોકો સહારો આપવા માટે આગળ વધે છે. ત્યારબાદ, 2 વ્યક્તિઓ વિનોદ કાંબલીને સહારો આપીને ત્યાં પહોંચાડે છે જ્યાં તેઓ જવા માગતા હોય છે. કાંબલીના વીડિયો પર સેંકડો કમેન્ટ્સ આવી છે. ઘણા લોકો લખી રહ્યા છે કે વિનોદ કાંબલીએ દારૂ પીધો છે અને નશાના કારણે ચાલી શકતા નથી. કેટલાક લોકો તેની બીમારીનો સંદર્ભ આપીને કહી રહ્યા છે કે તેઓ અગાઉ પણ ઘણી વખત બીમાર પડી ચૂક્યા છે. એક યુઝરે લખ્યું કે વિનોદ કાંબલીને જોઈને એવું નથી લાગતું કે તે નશામાં છે. હા, તેઓ બીમાર હોઈ શકે છે.


છેલ્લા કેટલાક વર્ષોમાં અલગ અલગ બીમારીઓ સામે લડી રહ્યા છે વિનોદ કાંબલી

છેલ્લા કેટલાક વર્ષોમાં અલગ અલગ બીમારીઓ સામે લડી રહ્યા છે વિનોદ કાંબલી

વિનોદ કાંબલી છેલ્લા કેટલાક વર્ષોમાં અલગ અલગ બીમારીઓ સામે લડી રહ્યો છે. થોડા વર્ષો અગાઉ તેને હાર્ટ એટેક આવ્યો હતો. મુંબઈ પોલીસના એક કોન્સ્ટેબલે તેમને હૉસ્પિટલ પહોંચાડીને તેનો જીવ બચાવ્યો હતો. કાંબલીની આર્થિક સ્થિતિ વધારે સારી માનવામાં આવતી નથી. ક્રિકેટની વાત કરીએ તો વિનોદ કાંબલીએ ભારત માટે 104 વન-ડે અને 17 ટેસ્ટ મેચ રમી છે. તેણે વન-ડે ક્રિકેટમાં 2 સદી અને 14 અડધી સદીની મદદથી 2477 રન બનાવ્યા છે. વિનોદ કાંબલીએ ટેસ્ટ ક્રિકેટમાં 4 સદીની મદદથી 1084 રન બનાવ્યા છે. જેમાં 2 બેવડી સદીનો સમાવેશ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top