પાકિસ્તાનના અરશદ નદીમે ચીટિંગ કરીને નીરજ ચોપરાને હરાવ્યો? ગોલ્ડ જીત્યા બાદ લાગ્યા આરોપ
પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઇનલમાં પાકિસ્તાનના જેવલિન થ્રોઅર અરશદ નદીમે ધૂમ મચાવી દીધી હતી. ગુરુવારે 8મી ઑગસ્ટની રાત્રે તેણે એ કરી દેખાડ્યું, જેની બાબતે કોઇએ વિચાર્યું પણ નહોતું. પેરિસમાં યોજાયેલી જેવલિન થ્રોની રોમાંચક ફાઇનલમાં તેણે 92.97 મીટરના થ્રો સાથે સનસનાટી મચાવી દીધી હતી. આ થ્રો સાથે અરશદે નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો. નીરજ ચોપરા 89.45 મીટરના થ્રો છતાં ગોલ્ડ જીતવામાં નિષ્ફળ ગયો અને તેને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો.હવે અરશદ નદીમ પર ચીટિંગનો આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેણે ગોલ્ડ જીત્યા બાદ હોબાળો વધી ગયો છે. તેની સામે ડોપ ટેસ્ટની માંગ ઉઠવા લાગી છે.
નીરજ ચોપરાના સૌથી મોટા હરીફ અરશદ નદીમે પેરિસમાં આશ્ચર્યજનક પરફોર્મન્સ કર્યું હતું. તેણે જેવલિનની ફાઇનલમાં 6 વખત જેવલિન ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેનો પહેલો થ્રો ફાઉલ હતો, જ્યારે બીજા થ્રોએ બધાને ચોંકાવી દીધા હતા. અરશદે બીજા પ્રયાસમાં 92.97 મીટર સાથે 16 વર્ષ અગાઉ બનેલો ઓલિમ્પિક રેકોર્ડ તોડ્યો હતો. આ અગાઉ 2008માં નોર્વેના એન્ડ્રિયાસ થોરકિલ્ડસને 90.57 મીટરનો થ્રો કર્યો હતો. ત્યારબાદ તેણે 4 વખત પ્રયાસ કર્યો, જેમાં ફરી એક વાર તેણે 90 મીટરનું અંતર પાર કર્યું. તેના આ પ્રદર્શન પર કોઇને વિશ્વાસ થઇ રહ્યો નથી. એટલે ઘણા ચાહકોએ તેના પર ફાઇનલમાં ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો છે અને ડોપ ટેસ્ટની માગ પણ કરી છે. કેટલાકે તો એવો પણ દાવો કર્યો છે કે તે આ ટેસ્ટમાં ફેલ થયો છે, કેમ કે તેમના મતે 5 પાકિસ્તાની પહેલાથી જ ફેલ રહ્યા છે.
અરશદે માત્ર ઓલિમ્પિક રેકોર્ડ તોડ્યો જ નહીં, પરંતુ એશિયન રેકોર્ડને પણ તોડ્યો. તેણે પહેલા માત્ર તાઇવાનના ચાઓ ત્સુન ચેંગે 91.36 મીટર ફેંક્યો હતો. 31 વર્ષ બાદ અરશદ નદીમે તેનો રેકોર્ડ પોતાના નામે કરી લીધી. એટલું જ નહીં, તે પાકિસ્તાન માટે વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો પહેલો ખેલાડી પણ બની ગયો છે. પાકિસ્તાને અત્યાર સુધી માત્ર 3 વ્યક્તિગત મેડલ જીત્યા છે. અરશદે છેલ્લા 32 વર્ષની ઓલિમ્પિક મેડલ માટે પાકિસ્તાનની રાહનો પણ અંત આણ્યો હતો. આ અગાઉ પાકિસ્તાને 1992 બાર્સેલોના ઓલિમ્પિકમાં હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. અરશદ નદીમે પોતાના શાનદાર પ્રદર્શનથી આ ખાસ સિદ્ધિ મેળવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp