Copa America Final: મેસી સાથે દર્દનાક અકસ્માત, લાઇવ મેચમાં જ ધ્રુસકે ધ્રુસકે રડ્યો, શું આ કરિયર

Copa America Final: મેસી સાથે દર્દનાક અકસ્માત, લાઇવ મેચમાં જ ધ્રુસકે ધ્રુસકે રડ્યો, શું આ કરિયરનો અંત છે?

07/15/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

Copa America Final: મેસી સાથે દર્દનાક અકસ્માત, લાઇવ મેચમાં જ ધ્રુસકે ધ્રુસકે રડ્યો, શું આ કરિયર

કોપા અમેરિકા કપની ફાઇનલમાં કોલંબિયા સાથે ટક્કર દરમિયાન આર્જેન્ટીનાના સુપરસ્ટાર ખેલાડી Lionel Messi સાથે મોટી ઘટના ઘટી ગઇ. આ ઘટના તેની સાથે લાઇવ મેચમાં થઇ, ત્યારબાદ Lionel Messi ન માત્ર દુઃખાવાથી પીડાતો નજરે પડ્યો, તે ધ્રુસકે ધ્રુસકે રડતો નજરે પડ્યો. Lionel Messi મેચ દરમિયાન ભયંકર ઇજા થઇ, એ છતાં તેણે રમવાનો તો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ રમી ન શક્યો અને કોલંબિયા વિરુદ્ધ ફાઇનલ જેવી મહત્ત્વની મેચમાં મેદાનથી બહાર જવું પડ્યું.


કોપા અમેરિકાની ફાઇનલમાં ઇજાગ્રસ્ત થયો Lionel Messi

કોપા અમેરિકાની ફાઇનલમાં ઇજાગ્રસ્ત થયો Lionel Messi

કોપા અમેરિકાની ફાઇનલ મેચમાં 37 વર્ષીય Lionel Messiને ઇજા રમતની 36મી મિનિટમાં થઇ, પરંતુ એ સમયે ઇજા છતાં તેણે ટીમ માટે રમવાનો નિર્ણય લીધો. મેચનો પહેલો હાફ 0-0ના સ્કોર પર સમાપ્ત થયા બાદ Lionel Messi બીજા હાફમાં પણ મેદાન પર ઉતર્યો, પરંતુ ફરી 66મી મિનિટમાં એની હાલત ખરાબ થઇ ગઇ અને તેણે મેદાન બહાર જવું પડ્યું. Lionel Messiને નિકોલસ ગોંજાલેજ સાથે રિપ્લેસ કરવામાં આવ્યો.


શું આ Lionel Messiના કરિયરનો અંત છે?

શું આ Lionel Messiના કરિયરનો અંત છે?

Lionel Messiની ઇજા કેવી છે? તેની બાબતે હાલમાં કોઇ જાણકારી નથી, પરંતુ તેનાથી એ સવાલ ફરીથી ઉઠશે કે શું કોપા અમેરિકા 2024ની ફાઇનલ Lionel Messiના ઇન્ટરનેશનલ કરિયરનો અંત છે? આમ Lionel Messi સામે આ પ્રકારના સવાલ જ્યારે પહેલા આવ્યા છે તો તેણે એમ જ કહ્યું કે, ભવિષ્યમાં શું થશે તેની ચિંતા ન કરતાં તેણે બસ રમતને ચાલુ રાખવા બાબતે જ વિચાર્યું છે, પરંતુ જો આ ઇજા ગંભીર થઇ તો 37 વર્ષીય Lionel Messi માટે પોતાના સફરને આગળ વધારવી કદાચ સરળ નહીં હોય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top