ક્રિકેટરમાંથી સાંસદ બનેલા યુસુફ પઠાણ આ 2 કંપનીઓના છે ડિરેક્ટર, જાણો TMC સાંસદની સંપત્તિ

ક્રિકેટરમાંથી સાંસદ બનેલા યુસુફ પઠાણ આ 2 કંપનીઓના છે ડિરેક્ટર, જાણો TMC સાંસદની સંપત્તિ

07/17/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

ક્રિકેટરમાંથી સાંસદ બનેલા યુસુફ પઠાણ આ 2 કંપનીઓના છે ડિરેક્ટર, જાણો TMC સાંસદની સંપત્તિ

ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે વર્ષ  2007માં પહેલી વખત T20 વર્લ્ડ કપ જીતી ત્યારે યુસુફ પઠાણે ડેબ્યૂ કર્યું હતું. 17 વર્ષ બાદ જ્યારે ભારતીય ટીમ બીજી વખત ચેમ્પિયન બની તો તેનાથી થોડા દિવસ અગાઉ સીનિયર પઠાણે રાજનીતિમાં ડેબ્યૂ કર્યું. તૃણમૂલ કોંગ્રેસે યુસુફ પઠાણને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી વિરુદ્ધ બહરામપુર લોકસભા સીટથી ટિકિટ આપી. યુસુફ અહી ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા છે.


45 કરોડ કરતાં વધુની સંપત્તિ

45 કરોડ કરતાં વધુની સંપત્તિ

ભારત માટે 57 વન-ડે અને 22 T20 રમનાર યુસુફ પઠાણ વર્ષ 2012 બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ન રમ્યા, પરંતુ તેમણે સંન્યાસ ફેબ્રુઆરી 2021માં લીધો. જો કે, તેઓ ક્રિકેટના મેદાનથી દૂર નથી. તેઓ રિટાયર્ડ ક્રિકેટર્સની લીગમાં રમતા નજરે પડ્યા. હાલમાં જ યુવરાજ સિંહની આગેવાનીમાં વર્લ્ડ લિજેન્ડ્સ ચેમ્પિયનશીપ 2024ની ટ્રોફી જીતનાર ઈન્ડિયા ચેમ્પિયન્સનો હિસ્સો રહ્યા છે. myneta પર ઉપલબ્ધ જાણકારી મુજબ યુસુફ પઠાણ પાસે 45 કરોડ રૂપિયા કરતાં વધુની સંપત્તિ છે. તેમના પર 11 કરોડ કરતાં વધુનું દેવું છે.


2 કંપનીઓના ડિરેક્ટર

2 કંપનીઓના ડિરેક્ટર

2 કંપનીઓના ડિરેક્ટર યુસુફ પઠાણે માત્ર 11માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેમની પત્ની આફરીન ખાન ફિઝિયોથેરાપિસ્ટ છે. વ્યવસાયે ક્રિકેટર હોવા સાથે સાથે યુસુફ પઠાણ ક્રિકેટ અકાદમી ઓફ પઠાન્સ પ્રાઇવેટ લિમિટેડ અને પેટિયો હોમ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છે. એ સિવાય વહએરિસ એસોસિએટ્સમાં પાર્ટનર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top