રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતના ટર્નિંગ પોઈન્ટનો કર્યો ખુલાસો

રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતના ટર્નિંગ પોઈન્ટનો કર્યો ખુલાસો

07/17/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતના ટર્નિંગ પોઈન્ટનો કર્યો ખુલાસો

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ICC T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચના ટર્નિંગ પોઈન્ટનો ખુલાસો કર્યો છે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકન ટીમને હરાવીને 11 વર્ષના ICC ટ્રોફીના સુકાને સમાપ્ત કર્યો છે. ફાઇનલના તુરંત બાદ T20 ઇન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરનાર રોહિત શર્માએ હાલમાં જ એ વાતનો ખુલાસો કર્યો છે. ફાઇનલમાં ભારતીય ટીમ મજબૂત દક્ષિણ આફ્રિકા સામે 177 રનોનો બચાવ કરતા એક સમયે સંકટમાં હતી. અક્ષર પટેલે નાખેલી 15મી ઓવરમાં 24 રન બન્યા અને ભારતીય ટીમ બેકફૂટ પર દેખાવા લાગી હતી. ભારતીય ટીમે 30 બૉલમાં 30 રનનો બચાવ કરવાનો હતો.


સૂર્યકુમારના કેચથી ભારતીય ટીમ મેચ જીતી:

સૂર્યકુમારના કેચથી ભારતીય ટીમ મેચ જીતી:

ભારતીય બોલરો માટે એ ખૂબ મુશ્કેલ હતું, પરંતુ જસપ્રીત બૂમરાહ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની ત્રિપુટીએ શાનદાર બોલિંગ કરી. તેમણે રનોની ગતિ પર અંકુશ તો લગાવ્યો જ, સાથે મહત્ત્વપૂર્ણ વિકેટ પણ લીધી. પંડ્યાએ 17મી ઓવરમાં હેનરિક ક્લાસેનની મહત્ત્વની વિકેટ લીધી. અંતિમ ઓવરમાં સૂર્યકુમાર યાદવે  લોંગ ઓફ પર મિલરનો શાનદાર કેચ પકડ્યો. આ ઓવરમાં ભારતે 16 બૉલમાં 16 રન બચાવવાના હતા. ફાસ્ટ બોલરોએ ડેથ ઓવરોમાં શાનદાર બોલિંગ કરતાં ભારતીય ટીમને મેચમાં બેક કરી અને 7 રનથી મેચ જીતી લીધી.


30 બૉલમાં ભારતે બચાવ્યા 30 રન:

30 બૉલમાં ભારતે બચાવ્યા 30 રન:

છેલ્લી 5 ઓવરોની રણનીતિ પર વાત કરતાં રોહિતે કહ્યું કે, હું પૂરી રીતે ખાલી હતો. હું ખૂબ દૂર સુધી કંઇ જોઈ રહ્યો નહોતો. મારા માટે વર્તમાનમાં બનીને રહેવું અને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ધ્યાન કેન્દ્રિત કરવા અને શાંત રહેવાથી ભારતે દક્ષિણ આફ્રિકાના મોઢામાંથી જીત છીનવી લીધી. જ્યારે આફ્રિકાને 30 બૉલમાં 30 રન જોઈતા હતા અને અમે ખૂબ દબાવમાં હતા. ત્યારે અમે જે 5 ઓવર ફેકી તેનાથી ખબર પડે છે કે અમે કેટલા શાંત હતા.


ફાઇનલમાં ચાલી વિરાટની બેટ:

ફાઇનલમાં ચાલી વિરાટની બેટ:

રોહિતે આગળ કહ્યું કે, અમે માત્ર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને કોઈ બીજી વસ્તુ બાબતે વધારે ન વિચાર્યું. અમે ગભરાયા નહીં, એ અમારી તરફથી ખૂબ સારું હતું. રોહિતે ટૂર્નામેન્ટની પૂર્ણાહૂતિ પણ પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે કર્યુ અને 8 મેટમાં 36.71ની એવરેજ અને 156 કરતાં વધુની સ્ટ્રાઈક રેટથી 257 રન બનાવ્યા. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 92 રન રહ્યો. તેણે પ્રતિયોગીતામાં 3 અડધી સદી બનાવી અને બીજો સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બન્યો. ફાઇનલમાં ભારતની જીતમાં વિરાટ કોહલી (76 રન), હાર્દિક પંડ્યા (3/20) અને જસપ્રીત બૂમરાહ (2/18)એ મહત્ત્વનું યોગદાન આપ્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top