નાણા મંત્રી નિર્મલા સીતારમણે બતાવ્યો મોદી સરકારનો એસેટ પ્લાન

નાણા મંત્રી નિર્મલા સીતારમણે બતાવ્યો મોદી સરકારનો એસેટ પ્લાન

07/27/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

નાણા મંત્રી નિર્મલા સીતારમણે બતાવ્યો મોદી સરકારનો એસેટ પ્લાન

નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઇનકમ ટેક્સના ન્યૂ રીજિમમાં બદલાવ સાથે જ એન્જેલ ટેક્સને ખતમ કરવા અને લોંગ ટર્મ કેપિટલને લઇને મોટી જાહેરાત કરી. સરકારે બજેટમાં PM મુદ્રા યોજનાને લઇને પણ મોટું પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ સ્કીમ હેઠળ કારોબારીઓને મળનારી લોન 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે, પરંતુ સરકારે તેના માટે શરત પણ રાખી છે. હવે નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, મોદી સરકારનો એસેટ પ્લાન શું છે?


સેવિંગ માટે સૌથી સારો રસ્તો એ છે કે તમે..

સેવિંગ માટે સૌથી સારો રસ્તો એ છે કે તમે..

એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, સેવિંગ માટે સૌથી સારો રસ્તો એ છે કે તમે ઉધાર ઓછું કરો, પરંતુ એમ થશે... ઉધાર તો જરૂરી છે. તેજીથી વધતી ઇકોનોમી માટે લોન જરૂરી હોય છે, જેથી ખર્ચ કાઢી શકાય. સવાલ એ છે કે તમે કેટલું ઉધાર લેશો? ઉધારના પૈસા ક્યાં આવશે? એસેટ ક્રિએશન માટે જશે કે તમારું પહેલાથી જે ઉધાર છે તેને ક્લિયર કરવામાં જશે? જો ઉધાર ઓછું કરવું હોય તો તેના માટે વધુ ઉધાર લઇને જૂનું ઉધાર ચૂકવવું સારી પ્રેક્ટિસ નથી. આપણે ઉધાર જરૂર લેવું જોઇએ, પરંતુ તેનો ઉપયોગ એસ્ટે ક્રિએટ કરવા માટે કરવો જોઇએ.


એસેટ ક્રિએટ કરવાનો રસ્તો પણ શોધવો જોઇએ

એસેટ ક્રિએટ કરવાનો રસ્તો પણ શોધવો જોઇએ

નિર્મલા સીતારમણે કહ્યું કે તમે લોન લો, પરંતુ કેટલી લોન લેવી છે, તેને જોવા સમજવાની જરૂરિયાત છે. અમે એક કમિટીનો રિપોર્ટ સ્ટડી કર્યો છે. ત્યારબાદ અમે એ નિર્ણય પર પહોંચ્યા કે લોનના નંબર પર માત્ર જોવાની જરૂરિયાત નથી. એસેટ ક્રિએટ કરવાનો રસ્તો પણ શોધવો જોઇએ. તેમણે જણાવ્યું કે, વર્ષ 2024-25માં સરકાર 48.20 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે. એ માત્ર બજેટ અનુમાન છે. સામાન્ય રીતે જેટલું અનુમાન હોય છે, તેનાથી વધારે જ ખર્ચ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top