મુંબઈના એક વ્યક્તિએ Swiggy પર વર્ષભરમાં એટલા રૂપિયાનો ઓર્ડર કર્યો કે જાણીને આશ્ચર્યચકિત રહી જશો
વર્ષ 2023 સમાપ્ત થવાનું છે અને તમામ કંપનીઓ પોતાનો વાર્ષિક રિપોર્ટ જાહેર કરી રહી છે. આ મામલે હાલમાં જ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Swiggyએ આંકડા રજૂ કર્યા છે, એ ચોંકાવનારા છે. Swiggy તરફથી જાહેર કરવામાં આવેલી લિસ્ટમાં વર્ષ 2023માં સૌથી વધુ પસંદ કરાયેલી ડીશથી લઈને સૌથી વધુ ઓર્ડર કરનારાઓ બાબતે જણાવવામાં આવ્યું છે. આ બાબતે મુંબઇનો એક વ્યક્તિ Swiggyનો સૌથી મોટો દીવાનો સાબિત થયો, જેણે એક વર્ષમાં 42 લાખ રૂપિયાથી વધુનું ખાવાનું ઓર્ડર કર્યું.
Swiggyએ વર્ષ 2023ના રિપોર્ટમાં 1 જન્યુઆરી 2023 થી 23 નવેમ્બર 2023 સુધીનો ડેટા જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે પણ સૌથી વધુ ઓર્ડર કરવામાં આવનારી ડીશમાં સૌથી ઉપર બિરયાની રહી છે અને એ સતત 8મું વર્ષ છે, જ્યારે Swiggy પર તેને સૌથી વધુ ઓર્ડર મળ્યા છે. કંપનીના રિપોર્ટ મુજબ, વર્ષ 2023માં દરેક સેકંડે ભારતીયોએ 2.5 બિરયાની ઓર્ડર કરી. વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીના રોજ જ 4,30,000 બિરયાની ઓર્ડર મળ્યો હતો.
Swiggyએ પોતાના એક દીવાના ગ્રાહક બાબતે પણ બતાવ્યું છે, જેના વર્ષભરમાં લાખો રૂપિયાનું ઓનલાઇન ખાવાનું ઓર્ડર કર્યું છે. જો કે, તેના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. Swiggyએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, કિંમતના હિસાબે Swiggy પર 1 જાન્યુઆરી 2023 થી 23 નવેમ્બર 2023 સુધી સૌથી વધુ ખર્ચ મુંબઈના એક ગ્રાહકે કર્યો છે, જેણે આ વર્ષે 42.3 લાખ રૂપિયાનું ખાવાનું ઓનલાઇન મંગાવ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp