અફઘાનિસ્તાનમાં બેંક બહાર આત્મઘાતી હુમલો, અત્યાર સુધીમાં 30 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત
Afghanistan: મંગળવારે ઉત્તર અફઘાનિસ્તાનમાં એક બેંક નજીક આત્મઘાતી હુમલાવર દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયાના અહેવાલ છે. આ હુમલામાં મોટી સંખ્યામાં સામાન્ય લોકો પણ માર્યા ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ પ્રવક્તા જુમાઉદ્દીન ખાકસારે જણાવ્યું હતું કે આ હુમલો કુન્દુઝ પ્રાંતમાં કાબૂલ બેંકની શાખા પાસે થયો હતો. મૃતકોમાં એક બેંક ગાર્ડ પણ સામેલ છે.
અત્યાર સુધી કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી. ખાકસરે કહ્યું કે પોલીસ હુમલાનું કાવતરું ઘડનારાઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે. ખાકસરે વધુ કોઈ વિગતો આપી નહોતી. ઇસ્લામિક સ્ટેટ જૂથના આતંકવાદીઓએ અગાઉ સમગ્ર અફઘાનિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ કર્યા છે, જોકે ઑગસ્ટ 2021માં તાલિબાને સત્તા કબજે કરી ત્યારથી આત્મઘાતી હુમલાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન માટે ઇસ્લામિક સ્ટેટ સૌથી મોટા જોખમ તરીકે ઉભરી આવ્યું છે. ઇસ્લામિક સ્ટેટને પાકિસ્તાનનો ટેકો છે. આનું મુખ્ય કારણ અફઘાનિસ્તાનમાં તાલિબાનને નબળું પાડવાનું છે કારણ કે, હાલમાં પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે ઘણા મુદ્દાઓ પર ભારે તણાવ છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનનો પ્રયાસ તાલિબાનના સૌથી મોટા દુશ્મનને ટેકો આપીને અફઘાનિસ્તાનને હિંસાની આગમાં ફેંકવાનો છે. તાલિબાનના નબળા પડવાથી પાકિસ્તાનનો પ્રભાવ વધી શકે છે. જોકે, તાલિબાનનો દાવો છે કે ઇસ્લામિક સ્ટેટ તેમના માટે કોઈ મોટો પડકાર નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp