જસપ્રીત બૂમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર, BCCIએ રિપ્લેસમેન્ટ કરી જાહેરાત

જસપ્રીત બૂમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર, BCCIએ રિપ્લેસમેન્ટ કરી જાહેરાત

02/12/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

જસપ્રીત બૂમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર, BCCIએ રિપ્લેસમેન્ટ કરી જાહેરાત

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અગાઉ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ આ ટૂર્નામેન્ટમાં નહીં રમી શકે, તે અંગે એક મોટી અપડેટ આવી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસની છેલ્લી મેચ દરમિયાન જસપ્રીત બૂમરાહ ઇજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. તો, બૂમરાહે તાજેતરમાં બેંગ્લોરમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સની મુલાકાત લીધી હતી જેથી તે તેની પીઠનું સ્કેન કરાવી શકે. પરંતુ ભારતનો આ મોટો મેચ વિજેતાની ટૂંક સમયમાં મેદાનમાં વાપસી થવાની નથી.


બૂમરાહ તેની પીઠની ઇજામાંથી હજુ સુધી સ્વસ્થ થયો નથી

બૂમરાહ તેની પીઠની ઇજામાંથી હજુ સુધી સ્વસ્થ થયો નથી

ESPNcricinfoના એક અહેવાલ મુજબ, જસપ્રીત બૂમરાહ હજુ સુધી તેની પીઠની ઇજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી, જેને કારણે તે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. બેંગ્લોરમાં કરવામાં આવેલા બૂમરાહના સ્કેન દરમિયાન કંઈ અસામાન્ય જણાયું નહોતું, પરંતુ તે હજુ બોલિંગ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી. એવી શક્યતા છે કે તે થોડા અઠવાડિયામાં દોડવાનું શરૂ કરશે અને ત્યારબાદ તે ધીમે-ધીમે બોલિંગ શરૂ કરશે. ત્યાં સુધી BCCI મેડિકલ ટીમ બેંગ્લોરના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે તેની પ્રગતિનું નિરીક્ષણ કરશે.

BCCIએ ટીમમાં ફેરફાર કરવો પડ્યો

18 જાન્યુઆરીએ જાહેર કરાયેલ ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 સભ્યોની ટીમમાં બૂમરાહનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે BCCIએ ભારતીય ટીમમાં ફેરફાર કરવા પડ્યા છે. બૂમરાહના સ્થાને હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં બૂમરાહના બેક-અપ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. આ શ્રેણી દરમિયાન હર્ષિત રાણાએ પણ પોતાનો વન-ડે ડેબ્યૂ કર્યો હતો.


ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ:

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.

નોન ટ્રાવેલિંગ રિઝર્વ: યશસ્વી જાયસ્વાલ, મોહમ્મદ સિરાજ, શિવમ દુબે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top