માઘી પૂર્ણિમાના અમૃત સ્નાનને લઈને મેળા પ્રશાસને મહાકુંભ વિસ્તારમાં નવો ટ્રાફિક પ્લાન અમલમાં મૂક્યો
Mahakumbh 5th Amrit Snan: બુધવારે પણ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. માઘ પૂર્ણિમાના દિવસે, પહેલા નાગાઓએ અને પછી અખાડાઓના સાધુ-સંતોએ ત્રિવેણી ઘાટ પર પવિત્ર ડૂબકી લગાવી. ભક્તોને વિવિધ ઘાટ પર સ્નાન કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં, માઘી પૂર્ણિમાના અવસર પર, 1 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં ધાર્મિક ડૂબકી લગાવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માઘ પૂર્ણિમાના પવિત્ર સ્નાન પર્વ પર રાજ્યના તમામ ભક્તો અને લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
#WATCH | #Mahakumbh | Prayagraj, UP: Devotees throng Triveni Sangam, on the occasion of #MaghPurnima (Drone visuals) pic.twitter.com/lhFLILYxeS — ANI (@ANI) February 12, 2025
#WATCH | #Mahakumbh | Prayagraj, UP: Devotees throng Triveni Sangam, on the occasion of #MaghPurnima (Drone visuals) pic.twitter.com/lhFLILYxeS
માઘી પૂર્ણિમાના અમૃત સ્નાનને લઈને મેળા પ્રશાસને મહાકુંભ વિસ્તારમાં એક નવો ટ્રાફિક પ્લાન અમલમાં મૂક્યો છે. આ અંતર્ગત સમગ્ર શહેરને નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. કલ્પવાસીઓના વાહનો માટે પ્રવેશ બંધ છે. મહાકુંભ દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેનું નિરીક્ષણ પોતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરી રહ્યા છે.
VIDEO | Uttar Pradesh: Traffic flow is smooth on all major routes to the Maha Kumbh and vehicular movement in #Prayagraj city is also normal even as thousands of people gather at Sangam for holy dip on the occasion of Maghi Purnima.#MahaKumbh2025 #MahaKumbhWithPTI(Full video… pic.twitter.com/PPDadtbmqq — Press Trust of India (@PTI_News) February 12, 2025
VIDEO | Uttar Pradesh: Traffic flow is smooth on all major routes to the Maha Kumbh and vehicular movement in #Prayagraj city is also normal even as thousands of people gather at Sangam for holy dip on the occasion of Maghi Purnima.#MahaKumbh2025 #MahaKumbhWithPTI(Full video… pic.twitter.com/PPDadtbmqq
આ દરમિયાન, CM યોગી આદિત્યનાથે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું કે, 'પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં પવિત્ર ત્રિવેણીમાં પુણ્ય સ્નાન કરવા આવેલા તમામ પૂજનીય સાધુ-સંતો, ધર્માચોર્યો, કલ્પવાસીઓ અને ભક્તોને હાર્દિક અભિનંદન. ભગવાન શ્રી હરિની કૃપાથી દરેકનું જીવન સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યથી ભરેલું રહે. માતા ગંગા, માતા યમુના અને માતા સરસ્વતી બધાની મનોકામના પૂર્ણ કરે, એજ કામના.'
पावन स्नान पर्व माघ पूर्णिमा की सभी श्रद्धालुओं एवं प्रदेश वासियों को हार्दिक बधाई!महाकुम्भ-2025, प्रयागराज में आज पवित्र त्रिवेणी में पुण्य स्नान हेतु पधारे सभी पूज्य साधु-संतों, धर्माचार्यों, कल्पवासियों और श्रद्धालुओं का हार्दिक अभिनंदन!भगवान श्री हरि की कृपा से सभी के… — Yogi Adityanath (@myogiadityanath) February 11, 2025
पावन स्नान पर्व माघ पूर्णिमा की सभी श्रद्धालुओं एवं प्रदेश वासियों को हार्दिक बधाई!महाकुम्भ-2025, प्रयागराज में आज पवित्र त्रिवेणी में पुण्य स्नान हेतु पधारे सभी पूज्य साधु-संतों, धर्माचार्यों, कल्पवासियों और श्रद्धालुओं का हार्दिक अभिनंदन!भगवान श्री हरि की कृपा से सभी के…
એડિશનલ મેળા અધિકારી વિવેક ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ‘માઘી પૂર્ણિમા’ પર સ્નાન છે. આ વખતે મેળામાં અભૂતપૂર્વ ભીડ જોવા મળી છે. સ્નાન ચાલી રહ્યું છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સ્નાન ગુરુવારે પણ દિવસભર ચાલુ રહેશે. માઘ પૂર્ણિમાના અવસરે પવિત્ર સ્નાન કરવા માટે ત્રિવેણી સંગમ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
#WATCH | #MahaKumbh2025 | UP: Vaibhav Krishna, DIG Prayagraj, says, " On the occasion of #MaghPurnima, devotees are arriving here in large numbers, for 'snan'...our preparations are really good...everything is under control...parking, traffic diversions, everything is… pic.twitter.com/w2D0Etl2Kr — ANI (@ANI) February 12, 2025
#WATCH | #MahaKumbh2025 | UP: Vaibhav Krishna, DIG Prayagraj, says, " On the occasion of #MaghPurnima, devotees are arriving here in large numbers, for 'snan'...our preparations are really good...everything is under control...parking, traffic diversions, everything is… pic.twitter.com/w2D0Etl2Kr
બધું નિયંત્રણમાં છે: DIG
પ્રયાગરાજના DIG વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે માઘ પૂર્ણિમાના અવસર પર મોટી સંખ્યામાં ભક્તો અહીં સ્નાન માટે પહોંચી રહ્યા છે. તૈયારીઓ ખરેખર સારી છે. બધું નિયંત્રણમાં છે. પાર્કિંગ, ટ્રાફિક ડાયવર્ઝન, બધું જ સક્રિય છે. ભક્તો નિયમો અને કાયદાઓનું પાલન કરી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp