રશિયન ડ્રોન હુમલાથી વિનાશ! યુક્રેનના પરમાણુ પાવર પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યો, ઝેલેન્સકીનો દ

રશિયન ડ્રોન હુમલાથી વિનાશ! યુક્રેનના પરમાણુ પાવર પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યો, ઝેલેન્સકીનો દાવો, જુઓ વીડિયો

02/14/2025 World

SidhiKhabar

SidhiKhabar

રશિયન ડ્રોન હુમલાથી વિનાશ! યુક્રેનના પરમાણુ પાવર પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યો, ઝેલેન્સકીનો દ

રશિયાએ ડ્રોન હુમલાની મદદથી ચેર્નોબિલ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટના ચોથા પાવર યુનિટને નિશાન બનાવ્યું છે. ચેર્નોબિલના નિષ્ક્રિય પરમાણુ પાવર પ્લાન્ટ પર રશિયન ડ્રોને હુમલો કર્યો છે, જેનાથી વૈશ્વિક પરમાણુ સુરક્ષા જોખમમાં મુકાઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પોતે આ હુમલાનો દાવો કર્યો છે.

નિષ્ણાતો રશિયાના આ હુમલાને વૈશ્વિક સુરક્ષા માટે મોટો જોખમ માની રહ્યા છે. ચેર્નોબિલ ખાતે બનેલ આ ખાસ યુનિટ યુક્રેન, યુરોપ, અમેરિકા અને અન્ય દેશોની મદદથી બનાવવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય રેડિયેશનના જોખમોને ટાળવાનો હતો.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેમણે રશિયા પર આંતરરાષ્ટ્રીય નિયમોની અવગણના કરવાનો અને પરમાણુ સ્થળોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો, જે સમગ્ર વિશ્વ માટે ગંભીર જોખમ છે. ઝેલેન્સકીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા હુમલાઓ વૈશ્વિક સુરક્ષાને નબળી પાડી શકે છે અને તાત્કાલિક પ્રતિક્રિયાની જરૂર છે.


આગ કાબુમાં મેળવી લેવામાં આવી

આગ કાબુમાં મેળવી લેવામાં આવી

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની પુષ્ટિ બાદ, ફાયર સેફ્ટી અધિકારીઓએ માહિતી આપી કે ચેર્નોબિલ પ્લાન્ટ પર ડ્રોન હુમલા બાદ લાગેલી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી છે. જોકે, આ ઘટનાએ ફરી એકવાર વિશ્વને ચેર્નોબિલ જેવા સંવેદનશીલ સ્થળોએ રહેલા જોખમો વિશે ચેતવણી આપી છે.


રેડિયેશનનું કોઈ જોખમ નથી

રેડિયેશનનું કોઈ જોખમ નથી

રશિયન ડ્રોન હુમલા બાદ ચેર્નોબિલ પ્લાન્ટમાં રેડિયેશન સ્તરની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ, નિષ્ણાતોએ પુષ્ટિ કરી છે કે હાલમાં રેડિયેશનનું કોઈ અસામાન્ય સ્તર જોવા મળ્યું નથી. પ્લાન્ટના અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે જેથી ભવિષ્યમાં કોઈપણ જોખમનો સામનો કરી શકાય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top