માર્ક ઝુકરબર્ગે જેફ બેજોશની ફિયાન્સે પર નજર બગાડી, ડોનાલ્ડ ટ્રંપના શપથગ્રહણ સમારોહમાં જોવા મળ્ય

માર્ક ઝુકરબર્ગે જેફ બેજોશની ફિયાન્સે પર નજર બગાડી, ડોનાલ્ડ ટ્રંપના શપથગ્રહણ સમારોહમાં જોવા મળ્યા આ છબરડા, જુઓ વીડિયો

01/22/2025 World

SidhiKhabar

SidhiKhabar

માર્ક ઝુકરબર્ગે જેફ બેજોશની ફિયાન્સે પર નજર બગાડી, ડોનાલ્ડ ટ્રંપના શપથગ્રહણ સમારોહમાં જોવા મળ્ય

Mark Zuckerberg: અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લઇ લીધા છે અને ત્યારબાદ તેમણે કેટલાક એવા નિર્ણયો લીધા છે જેની ખૂબ ચર્ચા થઇ રહી છે, પરંતુ તેમના શપથગ્રહણ સમારોહમાં વિચિત્ર દૃશ્યો કે કહો કેટલાક છબરડા સામે આવ્યા છે. ચાલો એ ઘટનાઓ પર એક નજર કરીએ.


ડોનાલ્ડ ટ્રંપના શપથગ્રહણ સમારોહના છબરડા

ડોનાલ્ડ ટ્રંપના શપથગ્રહણ સમારોહના છબરડા

ડોનાલ્ડ ટ્રંપની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રંપ શપથ લીધા બાદ પત્ની પાસે કિસ કરવા પહોચ્યા હતા. આ દરમિયાન ક્ષોભમાં પડી જવાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. વાસ્તવમાં ટ્રમ્પની પત્ની મેલેનિયાની ટોપીએ સમસ્યા ઉત્પન્ન કરી હતી. જ્યારે ટ્રંપ પોતાની પત્ની મેલેનિયાને કિસ કરવા પહોચ્યા ત્યારે ટોપીને કારણે બંને કિસ કરી શક્યા નહોતા.

એ સિવાય એલોન મસ્કની નાઝી સેલ્યૂટ પણ ચર્ચામાં રહી હતી. એલોન મસ્કે પોતાના ભાષણ વખતે પોતાનો જમણો હાથ છાતી પર મુક્યો હતો અને ત્યારબાદ તેણે સીધો લંબાવ્યો હતો. લોકો તેને નાઝી સેલ્યૂટ ગણાવી રહ્યા છે. હિટલરના નાઝી સૈનિકો આજ રીતે જમણો હાથ લંબાવીને સેલ્યૂટ કરતા હતા.

ડોનાલ્ડ ટ્રંપના શપથગ્રહણ સમારોહમાં એક શરમજનક ઘટના પણ સામે આવી હતી. આ સમાંરોહ્મમાં ફેસબૂકની પેરન્ટ કંપની મેટાના માલિક ઝુકરબર્ગે પોતાની નજર બગાડીને ખંધું હસવાને કારણે નિંદાપાત્ર બન્યા છે. વાસ્તવમાં જેફ બેજોશની ફિયાન્સે, એન્કર અને એક્ટ્રેસ લોરેન સાંચેઝે છાતી ઉઘાડી રહે તેવો ટોપ પહેર્યો હતો અને માર્ક ઝૂકરબર્ગ એ છાતી તરફ જોઈને હસે છે. એ સિવાય પાછળ ઉભો શખ્સ પણ સાંચેઝને જ ટાંકીને જોઇ રહ્યો છે. આ બધી ઘટનાઓના વીડિયો પણ સામે આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top