ડોનાલ્ડ ટ્રમ્પ આપ્યો એવો આદેશ કે અમેરિકા અને બ્રિટનના મુસ્લિમોમાં હાહાકાર મચી ગયો, આરબ દેશો પણ ગભરાયા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા તેનું હજું એક અઠવાડિયું પણ થયું નથી. તેઓ એક બાદ એક એવા નિર્ણયો લઈ રહ્યા છે, જેને કારણે વિશ્વભરના દેશોમાં તેમની ચર્ચા થઈ રહી છે. સૌથી વધુ અશાંતિ મુસ્લિમ દેશોમાં છે. ટ્રમ્પના નિર્ણયોથી અમેરિકાથી બ્રિટન સુધીના મુસ્લિમો હેરાન-પરેશાન છે. ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન 2017નો કાર્યકારી આદેશ અમેરિકામાં 'વિદેશી આતંકવાદીઓ'ના પ્રવેશ સાથે સંબંધિત હતો, જેમાં બિનસત્તાવાર રીતે મુસ્લિમોને નિશાનો બનાવવામાં આવ્યા હતા. હવે ટ્રમ્પ 2.0 દરમિયાન નવા રાષ્ટ્રપતિનો દંડો, અમેરિકામાં આવેલા આ સમુદાય પર નિયમ વધુ કડક બન્યો છે. ટ્રમ્પે પેલેસ્ટાઇન તરફી વિદ્યાર્થીઓ સામે કડક વલણ અપનાવ્યું છે.
ઇન્ટરનેશનલ રેફ્યૂજી આસિસ્ટન્સ પ્રોજેક્ટ (IRAP)ના વકીલ દીપા અલાગેસને જણાવ્યું હતું કે નવો આદેશ ટ્રમ્પ દ્વારા 2017માં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ઘણા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પર લાદવામાં આવેલા અઘોષિત મુસાફરી પ્રતિબંધ કરતા પણ ખરાબ છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ ફક્ત અમેરિકાની બહારના લોકોને અહીં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાના પ્રયાસ જેવું નથી, પરંતુ તે જ દલીલોનો ઉપયોગ કરીને લોકોને અમેરિકામાંથી બહાર કાઢવાનો પણ પ્રયાસ છે. ટ્રમ્પના આદેશ બાદ આરબ દેશોમાં પણ હાહાકાર મચી ગયો છે. તેમને ડર છે કે ઇસ્લામોફોબિયા વધી શકે છે.
ટ્રમ્પના નવા આદેશમાં અમેરિકી વહીવટી અધિકારીઓને એવા દેશોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જેમને અહીં પ્રવેશતા પહેલા કડક તપાસમાંથી પસાર થવું પડશે. આ ઓર્ડરમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેઓ જો બાઇડેનના કાર્યકાળ દરમિયાન 2020 બાદ આ દેશોમાંથી અમેરિકા આવ્યા હતા. વહીવટીતંત્રને આ લોકો વિશે માહિતી એકત્રિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યકારી આદેશમાં એમ પણ કહ્યું છે કે અમેરિકન વહીવટીતંત્રએ ખાતરી કરવી જોઈએ કે વિદેશી નાગરિકો અમેરિકામાં રહીને અમેરિકન નાગરિકો, તેની સંસ્કૃતિ કે સરકાર પ્રત્યે શત્રુતાપૂર્ણ વલણ ન રાખે. આમાં તે અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થાય છે જેઓ તાજેતરમાં આ દેશોમાંથી સ્થળાંતર કરીને આવ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ લોકોએ જાહેર કરાયેલા વિદેશી આતંકવાદીઓની હિમાયત, મદદ કે સમર્થન ન કરવું જોઈએ.
બીજી તરફ, ટ્રમ્પ પ્રશાસનના આગમન બાદ બ્રિટિશ વડાપ્રધાન પણ આઘાતમાં છે. ટ્રમ્પના મંત્રી એલોન મસ્કે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સામે મોરચો ખોલ્યો છે. બ્રિટિશ પાકિસ્તાની ટેક્સી ડ્રાઈવર અઝમત ખાને અલ જઝીરા સાથે વાત કરતા કહ્યું કે જ્યારે હું લંડનના રસ્તાઓ પર રાત્રે ટેક્સી ચલાવું છું, ત્યારે મારી ચિંતા વધી જાય છે. અમે અહીં અશાંતિનો માહોલ અનુભવ્યો છે, ખોટી માહિતીઓ સાથે અશાંતિની ગરમી અનુભવી છે. આનું કારણ એલોન મસ્ક છે. મસ્ક પાકિસ્તાની મૂળના બ્રિટિશ જાતીય શોષણના દોષિતો સામે ગુસ્સો ફેલાવવા માટે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. આ માણસ ખૂબ જ ખતરનાક છે. હું ચિંતિત છું. મેં અગાઉ પણ મુસ્લિમોને આ રીતે બલિના બકરા બનતા જોયા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp