કેનેડામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ દરમિયાન બર્ફીલી જમીન પર પલટી ગયું વિમાન, 76 લોકો હતા સવાર
કેનેડાની રાજધાની ટોરોન્ટોમાં સોમવારે એક મોટો અકસ્માત થઇ ગયો હતો. ટોરોન્ટોના પીયર્સન એરપોર્ટ પર ઉતરતી વખતે ડેલ્ટા એરલાઈન્સનું વિમાન બર્ફીલી જમીન પર પલટી ગયું હતું. આ અકસ્માતમાં 19 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તો પૈકી 3ની હાલત ગંભીર છે.
એરપોર્ટ ઓથોરિટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાતની પુષ્ટિ કરી છે. ટોરોન્ટોના પીયર્સન એરપોર્ટે જણાવ્યું હતું કે મિનેપોલિસથી ડેલ્ટા ફ્લાઇટ સાથે અકસ્માત થયો હતો. વિમાનમાં 76 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર હતા. ડેલ્ટા એરલાઈન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અકસ્માત સોમવારે બપોરે 3:30 વાગ્યે થયો હતો.
ઘટનાસ્થળના વીડિયોમાં મિત્સુબિશી CRJ-900LR બર્ફીલા ડામર પર ઊંધું પડેલું જોવા મળે છે જ્યારે ઇમરજન્સીના કર્મચારી તેને પાણીથી ધોઈ રહ્યા છે. તાજેતરમાં ટોરોન્ટોમાં બરફનું તોફાન આવ્યું હતું. જેના કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
1 બાળક સહિત 3 મુસાફરોની હાલત ગંભીર છે
ઓરેન્જ એર એમ્બ્યુલન્સે જણાવ્યું હતું કે એક બાળકને ટોરોન્ટોની સિકકિડ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બે પુખ્ત મુસાફરોને ગંભીર ઇજાઓ સાથે શહેરની અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એરપોર્ટે સોશિયલ પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે ઇમરજન્સી ટીમો રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે પ્લેન પલટી જવાનું કારણ શું હતું તે કહેવું વહેલું છે? ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના બની હોઈ શકે છે.
કેનેડાની વેધર સર્વિસ અનુસાર, એરપોર્ટ પર બરફ પડી રહ્યો હતો. પવનની ઝડપ 51 કિલોમીટર પ્રતિ કલાકથી 65 કિલોમીટર પ્રતિ કલાકની હતી. તાપમાન માઈનસ 8.6 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું. સેન્ટ પીટર્સબર્ગ, ફ્લોરિડામાં ઉડ્ડયન સલામતી કન્સલ્ટિંગ ફર્મ, સેફ્ટી ઓપરેટિંગ સિસ્ટમ્સના CE, જ્હોન કોક્સે કહ્યું કે, "આવું કંઈક જોવું ખૂબ જ દુર્લભ છે." અમે ટેકઓફના કેટલાક કિસ્સા જોયા છે. જ્યાં વિમાન પલટી ગયું હોય, પરંતુ આ ખૂબ જ દુર્લભ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp