આ એન્જિનિયરિંગ કંપનીને ખરીદવા જઈ રહ્યા છે અદાણી, લગભગ 6000 કરોડમાં થવાની છે આ ડીલ

આ એન્જિનિયરિંગ કંપનીને ખરીદવા જઈ રહ્યા છે અદાણી, લગભગ 6000 કરોડમાં થવાની છે આ ડીલ

09/20/2024 Business

SidhiKhabar

SidhiKhabar

આ એન્જિનિયરિંગ કંપનીને ખરીદવા જઈ રહ્યા છે અદાણી, લગભગ 6000 કરોડમાં થવાની છે આ ડીલ

અદાણી ગ્રુપ વધુ એક કંપની ખરીદવાની નજીક છે. દેશના સૌથી અમીર લોકોમાંથી એક ગૌતમ અદાણીના ગ્રુપની આ ડીલ લગભગ 6 હજાર કરોડ રૂપિયામાં થવા જઈ રહી છે, જે હેઠળ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન ફર્મ ITD સિમેન્ટેશનનું અધિગ્રહણ થઇ શકે છે. ETના અહેવાલ મુજબ, અદાણી ગ્રુપ EPC કંપની ITD સિમેન્ટેશનને ખરીદવાની રેસમાં સૌથી આગળ છે. અદાણી ગ્રુપ ITD સિમેન્ટેશનનો 46.64 ટકા હિસ્સો ખરીદવાનું વિચારી રહ્યું છે. વર્તમાન બજાર કિંમત અનુસાર, આ ડીલ રૂ. 5,888.57 કરોડ ($700 મિલિયન)નો હોઈ શકે છે. આ ડીલ સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલી ઓપન ઓફર દ્વારા પૂરી કરી શકાય છે, જેમાં પ્રમોટર પાસેથી હિસ્સો ખરીદવામાં આવશે.


ડીલ પર પહેલાથી જ સમજૂતી થઈ ગઈ છે

ડીલ પર પહેલાથી જ સમજૂતી થઈ ગઈ છે

રિપોર્ટમાં મામલા સાથે જોડાયેલા એક સુત્રના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે ડીલને લઈને બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. બંને પક્ષો આ સપ્તાહની શરૂઆતમાં ડીલની શરતો પર સંમત થયા હતા. હવે આ અંગેની ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરી શકાય છે. અદાણી ગ્રુપને અપેક્ષા છે કે ITD સિમેન્ટેશનનું અધિગ્રહણ તેની આંતરિક સિવિલ એન્જિનિયરિંગ ક્ષમતાઓને વિસ્તૃત કરશે. ITD સિમેન્ટેશન કંપનીનો ઇતિહાસ ખૂબ જૂનો છે અને તેની ગણતરી ભારતની સૌથી જૂની કંપનીઓમાં થાય છે. આ કંપની ભારતની આઝાદી અગાઉ જ શરૂ કરવામાં આવી હતી. તેના મૂળ બ્રિટન સાથે જોડાયેલા છે. અત્યાર સુધીના કંપનીને ઇતિહાસમાં ઘણી વખત ખરીદીને વેચવામાં આવી છે. આજે, ITD સિમેન્ટેશન એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ ક્ષેત્રો સાથે સંકળાયેલી છે.


કંપનીએ જુલાઈમાં આ વાત જણાવી હતી

કંપનીએ જુલાઈમાં આ વાત જણાવી હતી

પ્રમોટર ઇટાલિયન-થાઇ ડેવલપમેન્ટ પબ્લિક કંપનીનો ITD સિમેન્ટેશનમાં 46.64 ટકા હિસ્સો છે. આ આંકડો જૂન ક્વાર્ટરના અંત સુધીનો છે. કંપનીએ જુલાઈ મહિનામાં સંભવિત ડીલ વિશે શેરબજારને જાણ કરી હતી અને કહ્યું હતું કે પ્રમોટર શેરધારકો કંપનીમાં તેમના રોકાણને વેચવાની શક્યતા શોધી રહ્યા છે. એ સમયે કંપનીએ કહ્યું હતું કે વેચાણ પ્રક્રિયા હજુ પ્રારંભિક તબક્કામાં છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top