નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024-25 માટે લોકસભામાં રજૂ કર્યો છે આર્થિક સર્વે
Economic Survey: નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરવામાં આવી રહેલા આર્થિક સર્વેક્ષણમાં, આગામી નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 6.3 ટકાથી 6.8 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે, જે છેલ્લા 4 વર્ષમાં સૌથી નીચો છે. વૃદ્ધિ દર યથાવત રહેવાની અપેક્ષા છે. ગયા વર્ષે, 22 જુલાઈ 2024ના રોજ આર્થિક સર્વેક્ષણમાં, ચાલુ નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિ દર 6.5 ટકાથી 7 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ હતો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં 2024-25 માટે આર્થિક સર્વે રજૂ કર્યો છે, જે દેશના આર્થિક સર્વેનો હિસાબ રજૂ કર્યો છે. આર્થિક સર્વેક્ષણ મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 6.3 ટકાથી 6.8 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. PTIએ આ માહિતી આપી છે.
આર્થિક સર્વેક્ષણમાં રોજગાર પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસર અંગે ચેતવણી આપવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં GDP વૃદ્ધિ દરમાં ઘટાડા માટે બાહ્ય પડકારોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ સર્વેમાં નિકાસમાં ઘટાડા વિશે પણ વાત કરવામાં આવી છે. આર્થિક સર્વેક્ષણમાં ચીન પર ઉત્પાદન ક્ષેત્રની નિર્ભરતા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ સર્વેમાં ઉદ્યોગોની નિયંત્રણ મુક્તિ પર ભાર મૂકવામાં આવ્યો છે.
આર્થિક સર્વેમાં સરકારે પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પોતાનું ફોકસ વધાર્યું છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે રેલવે, રોડ, એરપોર્ટ અને પોર્ટ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં ગ્રોથ યથાવત છે. પહેલાની યોજના મુજબ તેમની ક્ષમતાનો વિસ્તાર પણ થઇ રહ્યો છે. જેથી લોંગ ટર્મમાં દેશની અર્થવ્યવસ્થાને સપોર્ટ મળશે. ઇકોનોમિક સર્વે મુજબ, સરકારે છેલ્લા 5 વર્ષમાં પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સારું બનાવવા પર ફોકસ કર્યું છે. નાણાકીય વર્ષ 2020 થી લઈને 2024 સુધી સરકારી ખર્ચ38.8 ટકાના દરથી વધ્યો છે. નાણાકીય વર્ષ 2025માં લોકસભાની ચૂંટણી હોવાને કારણે જે ખર્ચા રોકાયા હતા, તે ચૂંટણી થયા બાદ જુલાઈથી નવેમ્બર 2024 વચ્ચે વધ્યા છે, જેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સપોર્ટ મળ્યો છે.
સરકાર અને RBI માટે મોઘવારી મોટો પડકાર
સરકાર અને RBI માટે મોંઘવારી એક ખૂબ મોટો પડકાર બની ગઈ છે. મોઘવારી દર ઘટવાના કારણે કોર ઇન્ફ્લેક્શનમાં 0.9 ટકા ઓછી રહી. કોર ઇન્ફ્લેશનમાં ફ્યૂલ અને ફૂડ સામેલ થતા નથી. આ સિવાય બધા પ્રકારની વસ્તુઓ અને સર્વિસની કિંમત સામેલ થયા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp