લો બોલો! હૉસ્ટેલમાં રહીને ભણતી 10મા ધોરણની વિદ્યાર્થિએ બાળકને આપ્યો જન્મ
ઓડિશાના માલકાનગિરી જિલ્લાના ચિત્રકોંડા બ્લોકમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં હોસ્ટેલમાં રહેતી 10મા ધોરણની વિદ્યાર્થિનીએ ચિત્રકોંડા મેડિકલમાં પુત્રને જન્મ આપ્યો છે. ઘટના મુજબ, સ્થાનિક શાળાની હૉસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી છોકરી હાલમાં ધોરણ 10ની પરીક્ષા આપી રહી છે. છોકરીના પિતાએ કહ્યું હતું કે એક દિવસ પહેલા સોમવારે અંગ્રેજીના પેપરની પરીક્ષા આપવાની વાત કહી હતી.
વિદ્યાર્થીના પિતાના જણાવ્યા મુજબ, શાળાના એક શિક્ષકે ફોન કરીને કહ્યું કે તેમની પુત્રી દેખાઇ રહી નથી. તેમણે પિતાને તાત્કાલિક શાળાએ આવવા કહ્યું. જ્યારે માતા-પિતા શાળાએ પહોંચ્યા અને છોકરી વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે એક મોટી ઘટના બની છે. તમારી દીકરીએ બાળકને જન્મ આપ્યો છે. આ સાંભળીને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ.
પિતા મેડિકલમાં પહોંચ્યા અને છોકરી અને તેના બાળકને જોયા. પિતાના જણાવ્યા મુજબ, છોકરી હૉસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. પરીક્ષા પહેલા મેં મારી દીકરી સાથે વાત કરી હતી. છોકરીએ અમને આ અંગે કંઈ કહ્યું નહીં અને ન તો અમને કંઈ ખબર પડી. પરિવારના સભ્યોએ વહીવટીતંત્ર પાસે આ મામલાની તપાસ કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે આ કેવી રીતે બન્યું તેની બાબતે અમને કંઈ ખબર નથી.
આખરે શાળાના અધિકારીઓને વિદ્યાર્થીની ગર્ભાવસ્થા વિશે કેવી રીતે ખબર ન પડી તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દર મહિને ANM આવીને વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્યની તપાસ કરે છે. તેમને આ વાતની ખબર કેવી રીતે ન પડી? તે અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જ્યારે શાળાના મુખ્ય શિક્ષકનું કહેવું છે કે વિદ્યાર્થીની બિલકુલ શાળાએ આવી જ નહોતી. કોણ સાચું બોલી રહ્યું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp