આગ્રામાં અતુલ સુભાષ જેવો કિસ્સો, પત્નીથી પરેશાન IT કંપનીના મેનેજરે રડતા રડતા વીડિયો બનાવ્યો અને...
ઉત્તર પ્રદેશના આગ્રામાં પત્નીના ત્રાસથી કંટાળીને એક IT કંપનીના મેનેજરે આત્મહત્યા કરી લીધી. આ વ્યક્તિએ પોતાના ગળામાં ફાંસો બાંધીને રડતો લાઈવ વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વ્યક્તિએ આત્મહત્યા માટે તેની પત્નીને જવાબદાર ઠેરવી છે. આ મામલે મૃતકના પિતાએ સદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનાએ આપણને બેંગ્લોરના અતુલ સુભાષ આત્મહત્યા કેસની યાદ અપાવી દીધી છે. વાસ્તવમાં, આખો મામલો આગ્રા જિલ્લાની ડિફેન્સ કોલોનીનો છે, જ્યાં આગ્રાનો રહેવાસી માનવ શર્મા એક મોટી IT કંપનીમાં રિક્રૂટમેન્ટ મેનેજર તરીકે કામ કરતો હતો. માનવે 24 ફેબ્રુઆરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મોતને ભેટતા પહેલા માનવે એક દર્દ ભરેલો રડતો-રડતો વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે તેની પત્નીના ચારિત્ર્ય પર સવાલો ઉઠાવ્યા હતા.
વીડિયોમાં માનવ શર્મા કહે છે કે તેણે અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે હું મારી પત્નીથી એટલો કંટાળી ગયો છું કે મારી પાસે મરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. માનવે કાયદા અને વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવ્યા અને પુરુષોની સુરક્ષા માટે કાયદો બનાવવાની વાત કરી. તેના 'છેલ્લા વીડિયો'માં માનવ કહે છે, 'પપ્પા માફ કરજો, મમ્મી માફ કરજો, અક્કુ માફ કરજે... હવે હું વિદાઇ લઈ રહ્યો છું.' પુરુષોની સુરક્ષા માટે કાયદાની જરૂર છે. મહેરબાની કરીને કોઈ પુરુષો વિશે વાત કરો, તેઓ ખૂબ જ એકલા થઈ જાય છે. મરતા પહેલા માનવે તેના માતા-પિતાને પરેશાન ન કરવાની અપીલ કરી હતી.
માનવ શર્માના પિતાના જણાવ્યા અનુસાર તેમના પુત્રના લગ્ન ગયા વર્ષે જ થયા હતા. નોકરીના કારણે તે તેમની પુત્રવધૂને પોતાની સાથે મુંબઈ લઈ ગયો હતો. પરંતુ પુત્રવધૂને ત્યાં રોજ તેની સાથે ઝઘડો થતો હતો. એટલું જ નહીં પરિવારને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. પુત્રવધૂનું પણ કોઈ સાથે અફેર હતું. ફેબ્રુઆરીના અંતમાં માનવ તેની પત્ની સાથે મુંબઈથી પરત ફર્યો હતો, પરત આવતાની સાથે જ તે તેના મામાના ઘરે ગયો હતો.
પિતાનો આરોપ છે કે માનવને પુત્રવધૂના માતા-પિતા દ્વારા ધમકી આપવામાં આવી હતી. પુત્રવધૂએ પણ તેના પર ત્રાસ ગુજાર્યો હતો. આ હતાશાના કારણે માનવે 24મી ફેબ્રુઆરીએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. મરતા પહેલા તેણે એક વીડિયો બનાવીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. નોંધનીય છે કે માનવ શર્માનો 6.57 મિનિટનો 'આખરી વીડિયો' હૃદયને હચમચાવી નાખે એવો છે. માનવ, ગળામાં ફાંસો બાંધીને વીડિયો બનાવતો, ભાવનાત્મક રીતે કહે છે - હું તો જતો રહીશ, પુરુષો વિશે વિચારો, કોઈએ પુરુષો વિશે વાત કરવી જોઈએ, બીચારા ખૂબ જ એકલા હોય છે. ત્યારબાદ તે ફાંસી લગાવી લે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp