Delhi-NCR Earthquake: આજે સવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સવારે ૫:૩૬ વાગ્યે ધરતી જોરદાર ધ્રુજારીથી ધ્રુજી ઉઠી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર જમીનથી 5 કિલોમીટર નીચે હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે દિલ્હી-એનસીઆરની આખી જમીન જોરદાર અવાજથી ધ્રુજવા લાગી. દિલ્હીમાં 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપના ઝટકા બાદ વડાપ્રધાન મોદીએ લોકોને ખાસ અપીલ કરી છે.
વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરતા કહ્યું કે, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. બધાને શાંત રહેવા અને સુરક્ષા સાવાધાનીઓનું પાલન કરવા, તેમજ સંભવિત ઝટકાઓ પ્રત્યે સાવધાન રહેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. અધિકારી સ્થિતિ પર સખત નજર રાખી રહ્યા છે. આ સિવાય પણ અન્ય રાજકીય નેતાઓ પણ પોતાના અનુભવ શેર કરી રહ્યા છે.
કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, 'આ ભૂકંપ ખૂબ ડરામણો હતો. મહાદેવ બધાને સુરક્ષિત રાખે.
દિલ્હીના કાર્યવાહક મુખ્યમંત્રી આતીશીએ કહ્યું કે, દિલ્હીમાં અત્યારે એક જોરદાર ભૂકંપ આવ્યો. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બધા સુરક્ષિત હશે. તો આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું બધાની સુરક્ષા માટે દુવા કરું છું.
ભાજપના નેતા તજિન્દર બગ્ગાએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે ધરતીકંપ? એટલે કે બગ્ગા પણ ભૂકંપના તેજ ઝટકાથી હાલી ગયા છે.
તો દિલ્હીમાં ભૂકંપના જોરદાર ઝટકાઓ વચ્ચે દિલ્હી પોલીસે ખાસ નિવેદન જાહેર કર્યું છે. દિલ્હી પોલીસે કહ્યું કે, અમને આશા છે કે તમે બધા લોકો સુરક્ષિત હશો. દિલ્હીમાં કોઈ પણ ઇમરજન્સી સહાયતા માટે 112 પર કોલ કરો.