ઇઝરાયલમાં એવા શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા કે 2000ના દાયકાના પેલેસ્ટિનિયન બળવાની યાદ આવી જાય
Israel Serial Blasts: ઇઝરાયલના તેલ અવીવમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટ 3 બસોમાં થયો હતો. અધિકારીઓને શંકા છે કે આ આતંકવાદી હુમલો છે. હાલમાં કોઈના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ નથી. આ વિસ્ફોટ એવા સમયે થયો જ્યારે યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે હમાસે ગાઝામાંથી 4 બંધકોના મૃતદેહ પરત કર્યા બાદ ઇઝરાયલ પહેલેથી જ નાખુશ હતું. બસ વિસ્ફોટ, 2000ના દાયકાના પેલેસ્ટિનિયન બળવા દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટોની યાદ અપાવે છે, પરંતુ આવા હુમલા હવે દુર્લભ છે.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે,"પ્રારંભિક અહેવાલો આતંકવાદી હુમલો હોવાનું જણાય છે. બત્ત યામમાં વિવિધ સ્થળોએ ઘણી બસોમાં વિસ્ફોટના અહેવાલ છે. હમાસ દ્વારા ગાઝામાંથી ચાર ઈઝરાયેલી બંધકોના મૃતદેહ પરત કર્યા બાદ આ ઘટના બની હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શંકાસ્પદોની શોધ માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.
પોલીસ પ્રવક્તા ASI અહરોનીએ જણાવ્યું હતું કે અન્ય બે બસોમાંથી વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે બોમ્બ ટાઇમિંગ ડિવાઇસથી સજ્જ હતા. પોલીસ પ્રવક્તા હેમ સ્ગાર્રોફે જણાવ્યું હતું કે એક જ વ્યક્તિએ વિવિધ બસોમાં વિસ્ફોટકો મૂક્યા હતા કે ઘણા ગુનેગારો તેમાં સામેલ હતા કે કેમ તે અંગે તપાસ ચાલુ છે. બત્ત યામના મેયરે કહ્યું કે આ વિસ્ફોટોમાં કોઈને ઈજા થઈ નથી.
મધ્ય ઇઝરાયેલમાં બસોમાં થયેલા વિસ્ફોટો બાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સુરક્ષા બેઠક બોલાવી છે. નેતન્યાહુને તેમના લશ્કરી સચિવ દ્વારા આ વિસ્ફોટો વિશે સતત અપડેટ કરવામાં આવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp