ગુજરાત: બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, 5 લોકોના મોત
અત્યારે રસ્તાઓ પર વાહનોની સંખ્યા બેફામ થઇ ગયા હતા. એજ પ્રકારે અકસ્માતનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. સુરત જિલ્લામાં માંગરોળના વાલેચા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ગઈકાલે મોડી રાત્રે 2 લક્ઝરી અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો. તો કચ્છના કેરા મુન્દ્રા વચ્ચે પણ અકસ્માતની ઘટના બની છે.
કચ્છન કેરા મુન્દ્રા વચ્ચે ખાનગી બસ અને ટ્રક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થવાની સંભાવના છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે. ખાનગી બસમાં 35થી વધારે લોકો સવાર હતા. બસમાં સવાર 40માંથી અંદાજીત 4 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને હૉસ્પિટલ ખસેડવામાં માટે તજવીજ હાથ ધરાઈ હતી. જો કે, અકસ્માતની ગંભીરતા જોતા મૃત્યુઆંક વધી શકે છે.
મળતી માહિતી મુજબ, બપોરના સમયે આ અકસ્માત થયો હતો. એક કન્ટેનર ઓવરટેક કરવા જતો હતો તે દરમિયાન મિની બસ સાથે ટકરાયો હતો. જેમાં બસનો આગળનો ભાગ ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો. તો માંગરોળના વાલેચા ગામ નજીક નેશનલ હાઈવે 48 પર મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી. 2 લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે થયેલા આ અકસ્માતમાં 7 લોકોને નાની-મોટી ઇજા થઇ હતી. ઈજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp