મહાકુંભનું બીજું અમૃત સ્નાન રદ, અફવાને કારણે મચી ગઈ નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત
Mahakumbh Stampede: મૌની અમાવસ્યાના દિવસે સંગમ કિનારે થયેલી ભાગદોડને કારણે 30 લોકોના મોત થવાની મેળા પ્રશાસને પુષ્ટિ કરી છે અને ઘણા શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયાના અહેવાલો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભાગદોડ એક અફવાને કારણે થઈ હતી. ભાગદોડ બાદ, અખાડાઓએ અમૃત સ્નાન રદ કરવાનો નિર્ણય લીધો છે. અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરીએ આ માહિતી આપી છે. એ પણ જાહેરાત કરી કે હવે બધા અખાડા વસંત પંચમી પર મહાકુંભમાં સ્નાન કરશે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં બીજા અમૃત સ્નાન એટલે કે મૌની અમાવસ્યા પહેલા ભાગદોડ મચી ગઈ. મળતી માહિતી મુજબ, રાત્રે લગભગ 1:00 વાગ્યાની આસપાસ નાસભાગ મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ત્યાં સૂતા લોકો પર પાછળથી આવતા લોકો ચઢી ગયા હતા, જે દરમિયાન આ નાસભાગ મચી ગઈ. જે સમયે ભાગદોડ થઈ તે સમયે લાખો લોકો સંગમ કિનારે સ્નાન કરી રહ્યા હતા. સંગમ નોઝ પર નાસભાગની માહિતી મળતા જ 10થી વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તને સતત બહાર કાઢવામાં આવ્યા હતા.
આ દરમિયાન, મીડિયા સાથે વાત કરતા એમ્બ્યુલન્સ કર્મચારીઓએ કહ્યું કે ભાગદોડ મચી ગઈ હતી. અત્યાર સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર, લોકો ડાયવર્ઝન કરાયેલા ઘાટ પર જવા તૈયાર નહોતા. બધાને સંગમ પર સ્નાન કરવું પડ્યું, જેના કારણે એક જગ્યાએ ભીડ થઈ ગઈ અને નાસભાગની સ્થિતિ સર્જાઈ. મળતી માહિતી મુજબ, પોલ નંબર 111 થી 122 વચ્ચે નાસભાગ મચી ગઈ છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા કેટલાક લોકોને સ્વરૂપ રાણી નહેરુ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
PM મોદીએ સીએમ યોગી સાથે વાત કરી
પ્રધાનમંત્રી મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મહાકુંભ મેળાની પરિસ્થિતિ વિશે વાત કરી, ઘટનાક્રમની સમીક્ષા કરી અને તાત્કાલિક રાહત પગલાં લેવાના નિર્દેશ આપ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp