2 વર્ષની બાળકી 13મા માળેથી નીચે પટકાઇ, વ્યક્તિની સૂઝબૂઝથી જીવ બચ્યો, જુઓ વાયરલ વીડિયો

2 વર્ષની બાળકી 13મા માળેથી નીચે પટકાઇ, વ્યક્તિની સૂઝબૂઝથી જીવ બચ્યો, જુઓ વાયરલ વીડિયો

01/27/2025 National

SidhiKhabar

SidhiKhabar

2 વર્ષની બાળકી 13મા માળેથી નીચે પટકાઇ, વ્યક્તિની સૂઝબૂઝથી જીવ બચ્યો, જુઓ વાયરલ વીડિયો

Thane: મહારાષ્ટ્રના થાણેના ડોમ્બિવલીમાંથી ફિલ્મી દૃશ્ય જેવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. હકીકતમાં, એક વ્યક્તિની સૂઝબૂઝને કારણે બહુમાળી ઇમારતના 13મા માળેથી 2 વર્ષની બાળકીનો જીવ બચી ગયો. થોડા સમય બાદ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સોશિયલ મીડિયા પર, લોકો છોકરીને બચાવનાર વ્યક્તિની પ્રશંસા કરી રહ્યા છે. આ માણસને એક વાસ્તવિક હીરો તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

થાણેના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના ગયા અઠવાડિયે દેવીચાપાડા વિસ્તારમાં બની હતી. આ ઘટનામાં છોકરીને સામાન્ય ઇજાઓ થઇ હતી. વાયરલ વીડિયોમાં, ભાવેશ મ્હાત્રેને છોકરીને પકડવા માટે દોડતો જોઇ શકાય છે.


.. તો છોકરી મરી પણ ગઇ હોત

.. તો છોકરી મરી પણ ગઇ હોત

ભાવેશ મ્હાત્રે છોકરીને સંપૂર્ણપણે પકડવામાં નિષ્ફળ ગયો, પરંતુ તેના પ્રયત્નોથી છોકરી સીધી જમીન પર પડતી બચી ગઇ. ભાવેશના પ્રયાસોને કારણે તેને ઓછી ઇજાઓ થઇ. જો ભાવેશ ઘટનાસ્થળે ન પહોંચ્યો હોત, તો છોકરીનો જીવ પણ જઇ શકતો હોત. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે છોકરી રમતી વખતે 13મા માળ પર સ્થિત તેના ફ્લેટની બાલ્કનીમાંથી પડી ગઇ. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, "તે લપસી ગઇ અને થોડીવાર માટે બાલ્કનીની ધાર પર લટકતી રહી અને પછી પડી ગઇ."

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

'માનવતાથી મોટો કોઇ ધર્મ નથી'

મ્હાત્રેએ કહ્યું કે તે ઇમારતની નજીકથી પસાર થઇ રહ્યો હતો અને પછી તેણે છોકરીને પડતી જોઇ. તેણે પત્રકારોને કહ્યું કે, હિંમત અને માનવતાથી મોટો કોઇ ધર્મ નથી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ ભાવેશ મ્હાત્રેના આ પગલાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે તેનું જાહેરમાં સન્માન કરવાની યોજના છે. આ ઘટના ત્યારે બની જ્યારે છોકરી 13મા માળે પોતાના ફ્લેટની બાલ્કનીમાં રમી રહી હતી. બાલ્કનીમાં રમતી વખતે છોકરી રેલિંગ પરથી લપસી ગઇ. તે થોડીવાર બાલ્કનીની ધાર પર લટકતી રહી. ત્યારબાદ તે નીચે પડી ગઇ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top