Video: ભારત-પાકિસ્તાન મેચને લઇને IIT બાબાની મોટી ભવિષ્યવાણી, મહાકુંભમાં વાયરલ થયો હતો આ શખ્સ

Video: ભારત-પાકિસ્તાન મેચને લઇને IIT બાબાની મોટી ભવિષ્યવાણી, મહાકુંભમાં વાયરલ થયો હતો આ શખ્સ

02/21/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

Video: ભારત-પાકિસ્તાન મેચને લઇને IIT બાબાની મોટી ભવિષ્યવાણી, મહાકુંભમાં વાયરલ થયો હતો આ શખ્સ

IIT Babas prediction on Ind vs Pak Match: મહાકુંભમાં વાયરલ થયેલા IIT બાબાએ તાજેતરમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિશે એક મોટી ભવિષ્યવાણી કરી છે, જેની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. તેમની ભવિષ્યવાણીએ વિવાદ ઉભો કર્યો છે. સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં બાબાએ ભારતની જીત અને હાર વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ચાલો જાણીએ કે ટીમ ઈન્ડિયા ભારત-પાકિસ્તાન મેચ જીતશે કે હારશે?


ભારત-પાકિસ્તાન મેચ અંગે IIT બાબાની વિવાદાસ્પદ ભવિષ્યવાણી

ભારત-પાકિસ્તાન મેચ અંગે IIT બાબાની વિવાદાસ્પદ ભવિષ્યવાણી

IIT બાબા ઉર્ફે અભય સિંહે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત-પાકિસ્તાન મેચ અંગે એક વિવાદાસ્પદ ભવિષ્યવાણી કરી છે. આમાં તેણે કહ્યું કે આ વખતે ભારત નહીં જીતે. તમે વિરાટ કોહલી અને બીજા બધાને કહી દો કે તેઓ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે. આ વખતે બસ જાવ અને જીતીને બતાવો. IIT બાબાએ કહ્યું કે મેં તમને કહી દીધું નહીં જીતે તો નહીં જીતે. હવે ભગવાન મોટા છે કે તમે મોટા એ જોવામાં આવશે. આટલું કહીને બાબા જોરથી હસવા લાગ્યો. પ્રશ્ન પૂછનાર વ્યક્તિએ કહ્યું કે આ એક ભવિષ્યવાણી છે પણ તમે લોકો મને કહો કે બાબાએ જે કહ્યું છે તે થશે કે નહીં. IIT બાબાએ જે કંઈ કહ્યું, તે ખુલ્લેઆમ કહ્યું.


IIT બાબા વિશે જાણો

IIT બાબા વિશે જાણો

જોકે, બહુ ઓછા લોકો એવા હશે જે IIT બાબાને જાણતા નહીં હોય. જે લોકો જાણતા નથી તેમણે જાણવું જોઈએ કે પ્રયાગરાજમાં યોજાતા મહાકુંભને કારણે ફક્ત એક જ નહીં પરંતુ અનેક લોકો વાયરલ થયા અને સોશિયલ મીડિયા સ્ટાર બન્યા. તેમાંથી એક IIT બાબા છે જેનું સાચું નામ અભય સિંહ છે. ગરીબ જેવું જીવન જીવતા બાબાને હળવાશથી ન લો, કેમ કે તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેઓ કોડિંગ કરતો જોવા મળ્યો હતો. હવે તેણે પોતાની ભવિષ્યવાણી કરી છે પણ તે સાચી પડે છે કે નહીં તે તો સમય જ કહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top