દારૂડિયા પતિઓથી કંટાળીને 2 સ્ત્રીઓએ કર્યા લગ્ન, 7 ફેરા લીધા અને પછી...

દારૂડિયા પતિઓથી કંટાળીને 2 સ્ત્રીઓએ કર્યા લગ્ન, 7 ફેરા લીધા અને પછી...

01/25/2025 National

SidhiKhabar

SidhiKhabar

દારૂડિયા પતિઓથી કંટાળીને 2 સ્ત્રીઓએ કર્યા લગ્ન, 7 ફેરા લીધા અને પછી...

Two Women Got Married: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં 2 મહિલાઓએ પોતાના દારૂડિયા પતિઓને છોડીને એક-બીજા સાથે લગ્ન કરી લીધા અને એક-બીજા સાથે જીવવા અને મરવાના સોગંધ ખાધા. આ લગ્ન ગુરુવાર, 23 જાન્યુઆરીના રોજ થયા હતા જ્યારે બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. આ લગ્ન જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ લગ્ન હવે આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની ગયા છે.

અહેવાલો અનુસાર, કવિતા અને ગુંજા ઉર્ફે બબલૂના લગ્ન ગુરુવારે સાંજે દેવરિયાના છોટી કાશી તરીકે ઓળખાતા શિવ મંદિરમાં થયા હતા. આ લગ્નમાં ગુંજાએ વરરાજાની ભૂમિકા ભજવી હતી અને કવિતાને સિંદૂર લગાવ્યું હતું. ત્યારબાદ બંનેએ 7 ફેરા લીધા અને એક-બીજા સાથે લગ્ન કરી લીધા. ગુંજા અને કવિતાએ જીવનભર એક-બીજાને સાથ આપવાનું વચન આપ્યું.


સોશિયલ મીડિયા પર થઈ હતી મિત્રતા

સોશિયલ મીડિયા પર થઈ હતી મિત્રતા

આ દરમિયાન, પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ પહેલી વાર ઇન્સ્ટાગ્રામ પર મળ્યા હતા, ત્યારબાદ તેઓ પરિચિત થયા. બંનેના સંજોગો સમાન હતા, જેને કારણે તેઓ એક-બીજાની ખૂબ નજીક આવી ગયા. લગ્ન બાદ બંનેને તેમના દારૂડિયા જીવનસાથીઓના હાથે ઘરેલુ હિંસાનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ, તેઓ તેમના પતિઓથી કંટાળી ગયા અને તેમની સાથેના સંબંધો તોડી નાખ્યા.

પતિથી અલગ થયા બાદ, બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહ્યા. તેઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ખૂબ જોતા હતા. આ સમય દરમિયાન, 5 વર્ષ અગાઉ, બંને એક-બીજા સાથે પરિચિત થયા. ત્યારબાદ તેમની વાતચીત શરૂ થઈ. તેઓ એક-બીજાના દુઃખમાં સહભાગી થયા. આ દરમિયાન, તેમની મિત્રતા એટલી ગાઢ બની ગઈ કે તેઓ એક-બીજા વિના રહી શકતા નહોતા. ત્યારબાદ તેમણે લગ્ન કરવાનું નક્કી કરી લીધું.

પોતાના લગ્ન વિશે વાત કરતા, વરરાજા બનેલી ગુંજાએ કહ્યું હતું કે, "અમે અમારા પતિઓના દારૂ પીવાથી અને તેમના દ્વારા થતા દુર્વ્યવહારથી કંટાળી ગયા હતા. આનાથી અમને શાંતિ અને પ્રેમનું જીવન પસંદ કરવાની ફરજ પડી. અમે ગોરખપુરમાં દંપતી તરીકે રહેવાનું નક્કી કર્યું અને મેં નક્કી કર્યું છે કે જીવનનિર્વાહ માટે કામ કરીશું." મંદિરના પૂજારી ઉમા શંકર પાંડેએ જણાવ્યું હતું કે મહિલાઓએ માળા અને સિંદૂર ખરીદ્યા અને ધાર્મિક વિધિઓ કરી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top