અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનું પહેલું વિમાન ભારત પહોચ્યું, ગુજરાતના સૌથી વધુ લોકો

અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનું પહેલું વિમાન ભારત પહોચ્યું, ગુજરાતના સૌથી વધુ લોકો

02/05/2025 National

SidhiKhabar

SidhiKhabar

અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનું પહેલું વિમાન ભારત પહોચ્યું, ગુજરાતના સૌથી વધુ લોકો

ડોનાલ્ડ ટ્રંપે જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટેના શપથ લીધા છે, ત્યારથી તેઓ અમેરિકામાં વસતા ગેરકાયદેસર પ્રવાસીઓ પર લાલ આંખ કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા લશ્કરી વિમાનમાં ભારત મોકલવામાં આવેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈ જતું જહાજ આજે બપોરે અમૃતસર પહોંચ્યું હતું. અમેરિકા કુલ 205 ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા કાર્યવાહી કરી રહ્યું છે જેમાંથી પહેલું જહાજ 104 ભારતીયોને લઈને અમૃતસર પહોંચ્યું હતું. આ વિમાન શ્રી ગુરુ રામદાસ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, અમૃતસર પહોંચ્યું હતું. પોલીસ અને એજન્સીઓ આ લોકોના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો ડંકી રૂટ દ્વારા અમેરિકા પહોંચ્યા હતા. જેમાં ગુજરાત અને હરિયાણાના 33-33, પંજાબના ૩૦, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના 4-4 લોકોનો સમાવેશ થાય છે.

અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની કુલ સંખ્યા 10 કરોડ 10 લાખ

રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી જાહેરાત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને કાયમ માટે તેમના દેશમાં પાછા મોકલવાની અને આ ઘૂસણખોરીને રોકવાની હતી. ટ્રમ્પના આ નિર્ણય બાદ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 7.25 લાખ ભારતીયોનું ભવિષ્ય પણ જોખમમાં છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના 2022ના મૂલ્યાંકન મુજબ, અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની કુલ સંખ્યા 10 કરોડ 10 લાખ છે, જેમાંથી ભારતમાંથી આવતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યા 7 લાખ 25 હજાર છે. આ મૂલ્યાંકનનો આધાર વર્ષ 2022ના અમેરિકન કોમ્યૂનિટી સર્વેને બનાવવામાં આવ્યો હતો. જોકે, ટ્રમ્પના મતે, અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યા 20 મિલિયનથી 25 મિલિયનની વચ્ચે છે. એટલા માટે ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા બાદ જે પહેલી મોટી જાહેરાત કરી તે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર પ્રતિબંધ અંગે છે.


૩.૩ ટકા અમેરિકી ઇમિગ્રન્ટ્સ ગેરકાયદેસર છે

ટેરિફ અને ઇમિગ્રેશન 2 એવા મુદ્દાઓ છે જેના પર ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે વ્યવહાર કરવો ભારત માટે પડકારજનક રહેશે. જોકે, ગેરકાયદેસર ઇમિગ્રેશનના મુદ્દા પર ભારતનું વલણ એવું રહ્યું છે કે ભારતીયો વિશ્વમાં જ્યાં પણ રહે છે ત્યાં કાયદાનું પાલન કરે. હકીકતમાં, મેક્સિકો અને અલ સાલ્વાડોર બાદ, અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સૌથી વધુ સંખ્યા ભારતમાંથી છે. અમેરિકામાં મેક્સિકોના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યા 40 લાખ છે, અલ સાલ્વાડોરના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની સંખ્યા 7 લાખ 50 હજાર છે. અમેરિકામાં રહેતા કુલ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સમાં મેક્સિકોનો હિસ્સો 37% છે. અમેરિકાની કુલ વસ્તીમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ કુલ 3.3% છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top