ભલભલાને હચમચાવી મૂકે તેવી ઘટના! દલિત યુવતી પર 59 લોકોએ કર્યો રેપ
Kerala Minor Girl Abuse: કેરળના પથાનામથિટ્ટાથી એક ભયાનક ઘટના સામે આવી છે. 18 વર્ષીય દલિત યુવતી છેલ્લા ઘણા વર્ષોથી સામૂહિક બળાત્કારનો ભોગ બની રહી હતી. 59 લોકોએ તેના પર બળાત્કાર કર્યો. આ ઘટનાએ ન માત્ર કેરળ, પરંતુ સમગ્ર દેશને આઘાત પહોંચાડ્યો છે. પોલીસે આ કેસમાં 57 લોકોની ધરપકડ કરી છે. જ્યારે 2 આરોપીઓ હજુ ફરાર છે.
પથાનામથિટ્ટા જિલ્લાના વડા વી.જી. વિનોદ કુમારના જણાવ્યા અનુસાર, પોલીસે રવિવારે સવારે 25 વર્ષીય આરોપીને કસ્ટડીમાં લીધો હતો. પીડિતાનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષમાં લગભગ 60 લોકોએ તેના પર બળાત્કાર કર્યો હતો અને તેને બ્લેકમેલ પણ કરવામાં આવી હતી. પીડિતાના વર્તનમાં બદલાવ જોઇને જ્યારે શિક્ષકોને શંકા ગઈ અને તેમણે જિલ્લા બાળ કલ્યાણ સમિતિને આ અંગે જાણ કરી. જ્યારે સમિતિએ પીડિતાને કાઉન્સેલિંગ કર્યું, ત્યારે તેનું બધું દુર્દ બહાર આવ્યું.
પીડિતાએ 10 જાન્યુઆરીએ કેરળના ઇલાવુમથિટ્ટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વી.જી. વિનોદના જણાવ્યા અનુસાર, પોલીસે 2 લોકો સિવાય તમામ આરોપીઓની ધરપકડ કરી છે. મહિલા IPS એસ. અજીતા બેગમના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી છે. ટીમ આ મામલાની તપાસ કરી રહી છે.
પીડિતાના નિવેદનના આધારે, કેરળના 4 પોલીસ સ્ટેશનમાં 30 FIR નોંધવામાં આવી છે. આ આરોપીઓમાં 5 સગીરોનો પણ સમાવેશ થાય છે. આ બાબત પોલીસને પણ મૂંઝવી રહી છે. શરૂઆતની તપાસ મુજબ, પીડિતા 13 વર્ષની ઉંમરથી જ સામૂહિક બળાત્કારનો ભોગ બની રહી હતી. છેલ્લા 5 વર્ષમાં તેના પર ઘણા લોકોએ બળાત્કાર કર્યો છે. ઘણા આરોપીઓ પીડિતાને બસ સ્ટેન્ડ નજીક પોતાની કારમાં અલગ-અલગ જગ્યાએ લઈ જતા હતા, જ્યાં બળાત્કાર જેવા જઘન્ય ગુનાઓ આચરવામાં આવતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતા પર 5 વખત સામૂહિક બળાત્કાર થયો હતો. જાન્યુઆરી 2024માં, પીડિતાને પથાનામથિટ્ટા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેના પર હુમલો થયો હતો. ગયા વર્ષે, એક વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર પીડિતાનો સંપર્ક કર્યો હતો. તે તેને રન્નીના રબરના બગીચામાં લઈ ગયો અને અન્ય 3 પુરુષો સાથે મળીને પીડિતા પર બળાત્કાર ગુજાર્યો. પીડિતાના મતે, આ ઘટના તેના મિત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી. 5 વર્ષ અગાઉ, મિત્રએ પીડિતા પર કપટથી સામૂહિક બળાત્કાર કર્યો હતો અને ત્યારથી, આ 5 વર્ષ સુધી ચાલુ રહ્યું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp