'શું બાઇડેન નહોતા ઇચ્છતા કે ભારતમાં મોદી સરકાર બને?', હવે ટ્રમ્પે USAID ફંડિંગ પર ઉઠાવી દીધા સવ

'શું બાઇડેન નહોતા ઇચ્છતા કે ભારતમાં મોદી સરકાર બને?', હવે ટ્રમ્પે USAID ફંડિંગ પર ઉઠાવી દીધા સવાલ

02/21/2025 World

SidhiKhabar

SidhiKhabar

'શું બાઇડેન નહોતા ઇચ્છતા કે ભારતમાં મોદી સરકાર બને?', હવે ટ્રમ્પે USAID ફંડિંગ પર ઉઠાવી દીધા સવ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતમાં મતદાન શક્તિ વધારવા માટે સહાય આપવા પર સવાલ ઉઠાવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તત્કાલીન બાઇડેન સરકાર ખોટા પગલાં લઈ રહી હતી અને તેનો ઈરાદો પણ કંઈક બીજો જ લાગતો હતો. મતદાન વધારવા માટે બાઇડેન ભારતને લગભગ 182 કરોડ રૂપિયા (21 મિલિયન ડોલર) આપી રહ્યા છે તેનાથી સવાલો ઉભો થાય છે કે શું તેઓ બીજા કોઈને ચૂંટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા?


આપણે ભારત સરકારને સત્ય કહેવું પડશે: ટ્રમ્પ

આપણે ભારત સરકારને સત્ય કહેવું પડશે: ટ્રમ્પ

ગુરુવારે મિયામીમાં એક શિખર સંમેલનમાં બોલતા ટ્રમ્પે કહ્યું હતું કે, ભારતમાં મતદાન વધારવા માટે આપણે 21 મિલિયન ડોલર ખર્ચવાની શા માટે જરૂર છે? મને લાગે છે કે તેઓ બીજા કોઈને ચૂંટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આપણે ભારત સરકારને કહેવું પડશે. આ ખરેખર એક મોટી સફળતા છે.

ટ્રમ્પની આ ટિપ્પણી અબજપતિ એલોન મસ્કની આગેવાની હેઠળના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) દ્વારાખુલાસો કર્યાના થોડા દિવસો બાદ આવી છે કે યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)એ ભારતમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે 21 મિલિયન ડૉલરનું યોગદાન આપ્યું છે.


DOGE જાહેર થયું

DOGE જાહેર થયું

તમને જણાવી દઈએ કે ચૂંટણી જીત્યા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે 'કાર્યક્ષમતા' એજન્સી DOGE બનાવી. 16 ફેબ્રુઆરીના રોજ, DOGE એ એવી વસ્તુઓની યાદી બનાવી જેનાથી યુએસ કરદાતાઓના પૈસા ખર્ચ થતો હતો અને આ યાદીમાં ભારતમાં મતદાન માટે 21 મિલિયન યુએસ ડોલર ચૂકવવાનો સમાવેશ થાય છે.

DOGE એ એમ પણ કહ્યું કે, "બાંગ્લાદેશમાં રાજકીય પરિદૃશ્યને મજબૂત બનાવવા માટે વધારાના 29 મિલિયન ડૉલર ફાળવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટીમાં અમેરિકાની 'ડીપ સ્ટેટ' સંડોવણીના આરોપો વચ્ચે બાંગ્લાદેશમાં તાજેતરમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી.


USAIDને લઇને ભાજપે કર વિશે શું કહ્યું?

USAIDને લઇને ભાજપે કર વિશે શું કહ્યું?

USAID વિશે DOGEની જાહેરાત બાદ, ભાજપે 21 મિલિયન ડૉલરની ગ્રાન્ટ અંગે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પર નિશાન સાધ્યું. પાર્ટીએ કહ્યું કે આ ભારતની ચૂંટણી પ્રક્રિયામાં સ્પષ્ટપણે બાહ્ય હસ્તક્ષેપ છે. પાર્ટીના નેતા અમિત માલવિયાએ કહ્યું કે આ વિદેશી સંસ્થાઓ દ્વારા ભારતીય સંસ્થાઓમાં "વ્યવસ્થિત ઘૂસણખોરી" છે. માલવિયાએ દાવો કર્યો હતો કે ફરી એકવાર, કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવારના જાણીતા સાથી જ્યોર્જ સોરોસ આમાં સામેલ હોઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top