Surat: જર્જરિત દીવાલ પડતા એક શ્રમિકનું મોત
અઠવામાં દીવાલ ધરાશાયી થતા શ્રમિકનું મોત થઇ ગયું છે. મકાઇ પુલમાં જર્જરિત ઇમારત તોડવા દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. સેફ્ટી સાધનો વિના શ્રમિકો કામ કરી રહ્યા હતા. જર્જરિત દીવાલ ધરાશાયી થતા શ્રમિક ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે શ્રમિકને મૃત જાહેર કર્યો હતો. કોન્ટ્રક્ટર સામે મૃતકના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો થે. પરિવારજનો દ્વારા સેફ્ટીના સાધનો વિના કામ કરતા હોબનો આક્ષેપ લગાવાયો છે. અને મૃતકના પરિવારે કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે. અઠવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ મોકલી આપ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp