ચમોલીમાં મોટો અકસ્માત, ગ્લેશિયર ટૂટવાને કારણે 50થી વધુ કામદારો ફસાયા
Chamoli Glacier Outburst: ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના બની છે. રાજ્યના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાના કારણે 57 થી વધુ કામદારો દટાઈ ગયા હતા., જેમાંથી 16 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 41 લોકો હજુ પણ બરફમાં દટાયેલા છે. બરફને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. BRO અને જિલ્લા વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ઉપરાંત ITBPની ટુકડી પણ પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ થઈ ગઈ છે.
જોકે, બરફવર્ષાને કારણે હાઇવે બંધ થવાને કારણે, NDRF ટીમ હજુ સુધી પહોંચી શકી નથી. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સચિવ વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બધા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના છે પરંતુ ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી યોગ્ય રીતે હાથ ધરવામાં આવી રહી નથી. SDRF અને NDRF ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા છે, પરંતુ હાઈવે બંધ હોવાથી તેઓ રસ્તામાં ફસાઈ ગયા છે. આ ઘટના પર સીએમ પુષ્કર સિંહ ધામીની પણ પ્રતિક્રિયા સામે આવી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ BRO દ્વારા ચાલી રહેલા બાંધકામ કાર્ય દરમિયાન હિમપ્રપાતમાં દટાયેલા કામદારો અંગે જણાવ્યું હતું કે, "BROના 57 કામદારો ફસાયા હતા, જેમાંથી 16 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને બાકીના લોકો માટે તમામ પ્રકારની તૈયારીઓ ચાલુ છે. અમારો આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સંપૂર્ણપણે સક્રિય છે. જિલ્લા વહીવટીતંત્ર અને અમે પોતે સતત સંપર્કમાં છીએ અને અમારો પ્રયાસ છે કે શક્ય તેટલી વહેલી તકે દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવે." ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના ચમોલી બદ્રીનાથ હાઇવે પર થયેલા અકસ્માત અંગે ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે. ગૃહમંત્રી અમિત શાહે સીએમ ધામી પાસેથી આ અકસ્માત અંગે સંપૂર્ણ માહિતી લીધી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp