Pakistan: એક તરફ અત્યારે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ રહી છે, ટૂર્નામેન્ટનો રોમાંચ ચરમ પર પહોચી શુક્યો છે, ત્યારે પાકિસ્તાનમાં એક મોટો આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો છે. પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના નૌશેરા જિલ્લામાં શુક્રવારે એક મસ્જિદની અંદર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. જ્યારે જુમ્માની નમાજ વાંચવામાં આવી રહી હતી, ત્યારે આ ઘટના ઘટી. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે ઘણા લોકો માર્યા ગયા અને ઈજાગ્રસ્ત થયા છે.
પાકિસ્તાનના નૌશેરાના અકોરા ખટ્ટકમાં દારુલ ઉલૂમ હક્કાની મદ્રેસામાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટનો અવાજ સંભળાયો. ઘણા લોકોની જાનહાનિના અહેવાલો છે. આ હુમલા પાછળ મુખ્ય શંકાસ્પદ ISKP છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના નૌશેરામાં એક મસ્જિદમાં શુક્રવારની નમાજ બાદ વિસ્ફોટ.
દારુલ ઉલૂમ હક્કાની મદ્રેસામાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
આત્મઘાતી હુમલામાં મૌલાના હામિદ ઉલ હક હક્કાનીનું મોત થયું.
હમીદ ઉલ હક હક્કાની પાકિસ્તાનમાં હક્કાનીયા મદ્રેસાનો વડો હતો.
હક્કાની તેના ભારત વિરોધી નિવેદનો માટે ચર્ચામાં રહેતો હતો.
હક્કાનીના પિતાની પણ તેના ઘરમાં હત્યા કરવામાં આવી હતી.
હક્કાની મૌલાના સમી-ઉલ હકનો પુત્ર હતો, જેને પાકિસ્તાની તાલિબાનના પિતા કહેવામાં આવે છે.
અખોરા ખટ્ટકના સ્થાનિકોએ IANS ને પુષ્ટિ આપી છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે, જ્યારે 10 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ થયો ત્યારે મોટી સંખ્યામાં લોકો મસ્જિદની અંદર હતા, તેથી મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.