હવે યુક્રેનનું શું થશે? ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાને આપ્યું સમર્થન, બોલ્યા- 'સમજુતી થવા પર પુતિન..'

હવે યુક્રેનનું શું થશે? ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાને આપ્યું સમર્થન, બોલ્યા- 'સમજુતી થવા પર પુતિન..'

02/28/2025 World

SidhiKhabar

SidhiKhabar

હવે યુક્રેનનું શું થશે? ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાને આપ્યું સમર્થન, બોલ્યા- 'સમજુતી થવા પર પુતિન..'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમને વ્લાદિમીર પુતિન પર વિશ્વાસ છે કે તેઓ યુક્રેનમાં કોઈપણ યુદ્ધવિરામનું પાલન કરશે. જો યુક્રેન પર મોસ્કોના આક્રમણને સમાપ્ત કરવા માટે કોઈ કરાર થઈ જાય છે, તો પુતિન પોતાનું વચન પાળશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ યુક્રેન યુદ્ધ બાબતે વાતચીતને લઇને પુતિન પર વિશ્વાસ કરી શકે છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથેની મુલાકાતની શરૂઆતમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે આ ટિપ્પણી કરી હતી. સ્ટાર્મરે કિંગ ચાર્લ્સ વતી ટ્રમ્પને રાજ્ય મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું, જેને યુએસ રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું છે.

પુતિન વિશે પૂછવામાં આવતા, ઓવલ ઓફિસમાં સ્ટારમર સાથે બેઠા ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે મને લાગે છે કે તેઓ પોતાનું વચન નિભાવશે. મેં તેમની સાથે વાત કરી છે, હું તેમને લાંબા સમયથી ઓળખું છું, મને નથી લાગતું કે તેઓ પોતાનું વચન તોડશે. ટ્રમ્પે કહ્યું કે બ્રિટન "પોતાની સંભાળ રાખી શકે છે, પરંતુ જો તેમને મદદની જરૂર પડશે, તો હું હંમેશાં બ્રિટન સાથે રહીશ."


બ્રિટિશ વડાપ્રધાને શું કહ્યું?

બ્રિટિશ વડાપ્રધાને શું કહ્યું?

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું કે તેઓ શાંતિ કરાર સ્થાયી રહે તે માટે સાથે મળીને કામ કરવા માગે છે. આ એક એવો કરાર હોવો જોઈએ જેનો કોઈ ભંગ ન કરે. બ્રિટન અને ફ્રાન્સ બંનેએ યુક્રેનમાં શાંતિ રક્ષા દળો તૈનાત કરવાની ઓફર કરી છે, પરંતુ તેઓ હવાઈ અને ઉપગ્રહ દેખરેખ અને સંભવિત હવાઈ શક્તિ સહિત અમેરિકાના સમર્થનની ગેરંટી ઇચ્છે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top