ગાઝા પર ટ્રંપના AI વીડિયોએ ઇસ્લામી દેશોને હલાવી નાખ્યા, આરબ દેશોએ બોલાવી ઇમરજન્સી બેઠક
ઇઝરાયલ અને હમાસ વચ્ચે થઇ રહેલા બંધક યુદ્વવિરામ સમજુતી વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કંઇક એવું કરી દીધું છે કે દુનિયાના ઇસ્લામી દેશોમાં હાહાકાર મચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ AI જનરેટેડ વીડિયો શેર કર્યો છે, જેમાં ગાઝાને એક લક્ઝરી રિઝોર્ટ તરીકે દેખાડવામાં આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ, ટ્રમ્પે જે AI વીડિયો શેર કર્યો છે, તેમાં ગાઝા એક રિસોર્ટ છે, જેમાં ડોનાલ્ડ ટ્રંપનું એક ગોલ્ડન સ્ટેચ્યૂ છે. આ સિવાય એલોન મસ્ક નાચતા જોવા મળી રહ્યા છે.
તેની સાથે જ સમુદ્ર કિનારે અમેરિકન અને ઈઝરાયલી નેતા આરામ ફરમાવતા નજરે પડી રહ્યા છે. ટ્રંપે આ AI વીડિયો પોતાના ટ્રૂથ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં ગાઝાના 2.1 મિલિયન ગાઝાવાસીઓને દેશનિકાલ કરીને તેમને અમેરિકન સ્વામિત્વવાળા 'રીવેરા'માં ઢાળવાના તેમના ઈરાદા દર્શાવે છે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે, કોઈ સુરંગ નહીં, કોઈ ડર નહીં. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટ્રમ્પે જે પ્રસ્તાવ આપ્યો છે કે તેમાં તે અમેરિકાના માલિકીનું હશે. જો કે, વેસ્ટ બેંક સ્થિત પેલેસ્ટાઈનની ઓથોરિટીએ તેની નિંદા કરતા તેને અંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું. પેલેસ્ટાઇનના વિદેશ મંત્રી વર્સેન અગાબેકિયન શાહીને 1948ના અરબ ઇઝરાયેલ યુદ્વનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અમે અગાઉ પણ વિસ્થાપનનો પ્રયાસ કર્યો છે, પરંતુ બસ હવે એ નહીં થાય.
વીડિયોમાં એલોન માસ્ક નાચી રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રંપની મૂર્તિ સિવાય જો વીડિયોની શરૂઆતને જોઈએ તો તેની શરૂઆત ઉઘાડા પગે પેલેસ્ટાઈની બાળકોને કાટમાળ વચ્ચેથી પસાર થતા જોઈ શકાય છે. પછી એક શીર્ષકમાં પૂછવામાં આવે છે કે આગળ શું છે? પછી ધીરે-ધીરે આ બાળકો ગાઝાના કિનારે ભવિષ્યનો નજારો જુએ છે. વીડિયોમાં બતાવવામાં આવે છે કે ટ્રંપ તમને આઝાદ કરી રહ્યા છે. એક અવાજ આવે છે ટ્રંપ ગાઝા સાઇન કરી રહ્યા છે. એક નવી રોશની, સ્વર્ણિમ ભવિષ્ય અને બિકિની પહેરેલી બેલી ડાન્સર. એક બાળકને ટ્રમ્પના માથાના આકારના ફુગ્ગો પકડીને જોઇ શકાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp