દોસ્તીમાં દરાર! હવે ભારત અંગે એલોન મસ્કના કયા નિર્ણય પર ટ્રમ્પ ગુસ્સે થયા

દોસ્તીમાં દરાર! હવે ભારત અંગે એલોન મસ્કના કયા નિર્ણય પર ટ્રમ્પ ગુસ્સે થયા

02/20/2025 World

SidhiKhabar

SidhiKhabar

દોસ્તીમાં દરાર! હવે ભારત અંગે એલોન મસ્કના કયા નિર્ણય પર ટ્રમ્પ ગુસ્સે થયા

Donald Trump: ટેસ્લા ભારતમાં આવી રહી હોવાના અહેવાલો છે. જોકે સરકારે હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એલોન મસ્કના આ પગલાથી ખુશ નથી લાગતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ટેસ્લાના CEO એલોન મસ્ક માટે ભારતમાં પોતાની કાર વેચવી અશક્ય છે. તેમણે ભારતમાં ફેક્ટરી ખોલવાની એલોન મસ્કની યોજનાની ટીકા કરી અને કહ્યું કે તે અમેરિકા માટે ખોટું હશે.


ડોનાલ્ડ ટ્રમ્પે કહી આ વાત

ડોનાલ્ડ ટ્રમ્પે કહી આ વાત

ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં, ટ્રમ્પે ખાસ કરીને ભારત દ્વારા આયાતી કાર પરના ઊંચા ટેરિફનો ઉલ્લેખ કર્યો. તેમણે આ મુદ્દે વડાપ્રધાન મોદી સાથે પણ વાત કરી. બંને નેતાઓ શક્ય તેટલી વહેલી તકે વેપાર ડીલ તરફ કામ કરવા સહમત થયા હોવા છતા, ટેરિફ અંગેનો તેમનો મડાગાંઠ હજુ પણ વણઉકેલાયેલી છે.

આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, દુનિયાનો દરેક દેશ આપણો ફાયદો ઉઠાવે છે અને તેઓ એમ ટેરિફ દ્વારા કરે છે. ઉદાહરણ તરીકે, ભારતમાં કાર વેચવી વ્યવહારીક રીતે અશક્ય છે. આ ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે મસ્કને ભારતમાં ફેક્ટરી બનાવવાનો અધિકાર છે, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા પગલાથી અમેરિકાને નુકસાન થશે. હવે જો તેઓ ભારતમાં ફેક્ટરી બનાવે તો ઠીક છે, પરંતુ આ આપણા માટે ખોટું છે. આ ખૂબ જ ખોટું છે.


તાજેતરમાં પોસ્ટ કરેલી નોકરીઓ

તાજેતરમાં પોસ્ટ કરેલી નોકરીઓ

ટેસ્લાના CEO એલોન મસ્ક લાંબા સમયથી ભારતના ભારે આયાત જકાતની ટીકા કરતા આવ્યા છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો પર લગભગ 100% આયાત ડ્યૂટી લાગે છે, જે ટાટા મોટર્સ જેવા સ્થાનિક ઓટોમેકર્સને રક્ષણ પૂરું પાડે છે. જોકે, ભારત સરકારે તાજેતરમાં એક નવી EV નીતિ રજૂ કરી છે જે કાર નિર્માતા ઓછામાં ઓછા $500 મિલિયનનું રોકાણ કરે અને સ્થાનિક ફેક્ટરી સ્થાપે તો આયાત કર ઘટાડીને 15% કરી દે છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, ટેસ્લાએ નવી દિલ્હી અને મુંબઈમાં શૉરૂમ માટે સ્થાનો ઓળખી કાઢ્યા છે અને ભારતમાં 13 મધ્યમ-સ્તરની જગ્યાઓ માટે નોકરી કાઢી છે. કંપની હાલમાં દેશમાં વાહનોનું ઉત્પાદન કરતી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top