Video: અમેરિકામાં મોટી દુર્ઘટના, પેસેન્જર વિમાન સેનાના હેલિકોપ્ટર સાથે અથડાયું; 64 યાત્રી હતા સવાર
વૉશિંગ્ટન ડી.સી. નજીક રીગન વૉશિંગ્ટન નેશનલ એરપોર્ટ (DCA) નજીક એક ભયંકર વિમાન દુર્ઘટના ઘટી છે. PSA એરલાઇન્સનું એક પેસેન્જર વિમાન હવામાં આર્મી હેલિકોપ્ટર સાથે અથડાયું અને નદીમાં પડી ગયું. એરલાઇનના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનમાં 64 મુસાફરો સવાર હતા, જેમાં 4 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. PSA એરલાઇન્સ અમેરિકન એરલાઇન્સની પેટાકંપની છે. જે વિમાન અકસ્માતનો ભોગ બન્યું તેમાં 65 મુસાફરોની બેસવાની ક્ષમતા હતી.
MPD is responding to an apparent air crash in the Potomac River. Multiple agencies are responding. Details to come. — DC Police Department (@DCPoliceDept) January 30, 2025
MPD is responding to an apparent air crash in the Potomac River. Multiple agencies are responding. Details to come.
રોઇટર્સના અહેવાલ મુજબ, અકસ્માત બાદ, વૉશિંગ્ટન ડી.સી. એરપોર્ટ પર તમામ ટેકઓફ અને લેન્ડિંગ બંધ કરી દેવામાં આવ્યા છે. આ જ મુદ્દા પર,અમેરિકન સેનેટર ટેડ ક્રૂઝે ટ્વીટ કરી કે અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા. જોકે, મૃત્યુઆંકની ચોક્કસ સંખ્યા હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
BNOના અહેવાલ મુજબ, અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ નંબર 5342 એક આર્મી હેલિકોપ્ટર સાથે અથડાઈ હતી, ત્યારબાદ બંને પોટોમેક નદીમાં પડી ગયા હતા. આ સમયે વિમાનમાં 64 અને હેલિકોપ્ટરમાં 3 લોકો હતા. અકસ્માત બાદ 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અમેરિકાના વિમાન દુર્ઘટનામાં બચાવ કામગીરી દરમિયાન, નદીમાંથી 19 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, એવી આશંકા છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે.
‼️Mass casualty event: Washington DC Searches underway as an American Airlines plane has crashed into a helicopter while landing at Reagan Airport Washington D.C. pic.twitter.com/sB1CB5MtWy — JB 🇺🇸 (@BarkosBite) January 30, 2025
‼️Mass casualty event: Washington DC Searches underway as an American Airlines plane has crashed into a helicopter while landing at Reagan Airport Washington D.C. pic.twitter.com/sB1CB5MtWy
અમેરિકન એરલાઇન્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે અમે આ બાબતથી વાકેફ છીએ, જેમાં માહિતી સામે આવી છે કે PSA દ્વારા સંચાલિત અમેરિકન ઇગલ ફ્લાઇટ 5342 ક્રેશ થઈ ગઈ છે. આ અંગે વધુ માહિતી પછી આપવામાં આવશે.
અમેરિકામાં પ્લેન ક્રેશ અગાઉ, ડિસેમ્બર મહિનામાં દક્ષિણ કોરિયામાં એક ખતરનાક પ્લેન ક્રેશ થયો હતો, જેમાં ફ્લાઇટમાં સવાર 181 લોકોમાંથી 179 લોકોના મોત થયા હતા. ક્રેશ થયેલ જેજુ એર બોઇંગ 737-800 બેંગકોકથી દક્ષિણ કોરિયા આવી રહ્યું હતું. વિમાનમાં મોટાભાગના લોકો ક્રિસમસની રજાઓ ઉજવવા જઈ રહ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp