ફરી નિર્ભયા જેવો કાંડ, સરકારી બસમાં યુવતી પર બળાત્કાર, 23 સુરક્ષા ગાર્ડ સસ્પેન્ડ
Maharashtra Rape case: મહારાષ્ટ્રના પુણેમાં સ્વારગેટ બસ સ્ટેન્ડ પર એક યુવતી પર બળાત્કારના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. વાહનવ્યવહાર વિભાગે ડેપોના 23 સુરક્ષા ગાર્ડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે સસ્પેન્શનનો આદેશ આપ્યો છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે નવા સિક્યોરિટી ગાર્ડ્સને ગુરુવાર (27 ફેબ્રુઆરી)થી કામમાં જોડાવા આદેશ આપ્યો છે.
ડેપો મેનેજર અને ટ્રાફિક કંટ્રોલરની પૂછપરછ કરવામાં આવશે અને એક સપ્તાહમાં તપાસ રિપોર્ટ સોંપવામાં આવશે. આ રિપોર્ટ ટ્રાન્સપોર્ટ કમિશનરને સુપરત કર્યા બાદ કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે ગુરુવારે બપોરે 12:30 કલાકે આ મામલે બેઠક બોલાવી છે. આરોપી ફરાર છે. પુણેમાં બનેલી આ ઘટનાએ નિર્ભયા કાંડની યાદ અપાવી દીધી છે.
આરોપીઓને આકરી સજા થશે - અજિત પવાર
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારે કહ્યું કે, "પુણેના સ્વારગેટ બસ સ્ટેન્ડ પર આપણી બહેન પર બળાત્કારની ઘટના સંસ્કારી સમાજના દરેક સભ્ય માટે અત્યંત શરમજનક, પીડાદાયક અને ગુસ્સો અપાવનારી છે. આરોપીઓને કડકમાં કડક સજા મળે તે માટે રાજ્ય સરકાર તમામ જરૂરી પગલાં લેશે. મહારાષ્ટ્રના તમામ ભાઈઓ, બહેનો અને માતાઓને મારી આ ખાતરી છે.
તેમણે એમ પણ કહ્યું કે મહિલા અને બાળ વિકાસ મંત્રી અને રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષને પણ પીડિતાને ન્યાય, માનસિક ટેકો અને તમામ શક્ય મદદ પૂરી પાડવા સૂચના આપી છે.
બીજી તરફ, શિવસેના (UBT)ના નેતા વસંત મોરે અને અન્ય પક્ષના નેતાઓએ પૂણેમાં બળાત્કારની ઘટનાને લઈને સ્વારગેટ બસ સ્ટેન્ડ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિવસેના (UBT)ના નેતા વસંત મોરેએ કહ્યું કે, "અહીં જે ઘટના બની તે સિક્યુરિટી કેબિનની સામે બની હતી. જો કોઈ મહિલા પર સિક્યોરિટી કેબિનની સામે બળાત્કાર થાય છે, તો કોઈને ત્યાં બેસવાનો અધિકાર નથી."
પુણેના સ્વારગેટ ST ડેપોમાં 26 વર્ષીય યુવતી પર બળાત્કારની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યારે પીડિતા ફલટણ જવા માટે બસ ડેપો પર આવી હતી ત્યારે આ ઘટના સવારે 5:30 વાગ્યે બની હતી. દત્તાત્રય રામદાસ ગાડે નામના આરોપીએ તેને ગેરમાર્ગે દોરી અને ખોટી બસમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો. આ ઘટના સ્વારગેટ પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર સ્થિત ડેપોમાં બની હતી.
પ્રાથમિક માહિતી મુજબ પીડિતા સવારે સાડા 5:30 વાગ્યે બસ ડેપો પર પહોંચી હતી અને બસ ફલટણ જતી હોવાની માહિતી મેળવી રહી હતી. તે જ સમયે આરોપી દત્તાત્રય ગાડેએ તેને કહ્યું કે બીજી બાજુથી શિવશાહી બસ પહેલા જશે. પીડિતાને શંકા ગઈ, પરંતુ ગાડેના આગ્રહથી તે બસમાં ચઢી. બસમાં ચઢ્યા બાદ ગાડે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
ઘટના બાદ પીડિતાએ તેના સંબંધીઓને આ વિશે જણાવ્યું, જેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે સ્વારગેટ ST ડેપોના CCTV ફૂટેજ તપાસીને દત્તાત્રય ગાડેની ઓળખ કરી છે અને તેની શોધખોળ ચાલુ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp