પંજાબમાં HRTC બસોને નિશાના પર, સમર્થકોએ લગાવ્યા આતંકવાદી ભિંડરાવાલાના પોસ્ટર, સુક્ખૂ અને માન સરકાર મૌન, જુઓ વીડિયો
03/18/2025
National
Bhindrawala Flag: હિમાચલ પ્રદેશમાં આતંકવાદી ભિંડરાવાલાના પોસ્ટર અને બેનરો સાથે રાજ્યમાં આવતા પંજાબી પ્રવાસીઓને લઈને વિવાદ ઉભો થઇ ગયો છે. કુલ્લુ પોલીસની કાર્યવાહી બાદ હવે પંજાબમાં આતંકવાદીના સમર્થકોએ હિમાચલ પ્રદેશની બસો પર ભિંડરાનવાલાના પોસ્ટર લગાવ્યા છે. છેલ્લા બે દિવસથી, હોશિયારપુર અને પંજાબના અન્ય બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી હિમાચલની સરકારી બસો પર આ પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે.
પંજાબમાં આતંકવાદી ભિંડરાવાલાના સમર્થકોએ હિમાચલ પોલીસની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી છે અને સાથે જ ચેતવણી પણ આપી છે. આ પોસ્ટરો હોશિયાર બસ સ્ટેન્ડ પર HRTCની બસો પર લગાવવામાં આવ્યા છે. આ દરમિયાન સમર્થકો ભિંડરાનવાલા અને ખાલિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવી રહ્યા હતા. એવામાં હિમાચલ પ્રદેશ અને પંજાબ વચ્ચે તણાવ વધવાની શક્યતા છે. પોસ્ટર લગાવી રહેલા એક શીખે કહ્યું કે જો હિમાચલની બસો પંજાબમાં પ્રવેશ કરે છે, તો તેના પર ભિંડરાનવાલાનું પોસ્ટર લાગેલું હોવું જોઈએ.
મળતી માહિતી અનુસાર, હિમાચલ પ્રદેશમાં હોળીની આસપાસ પંજાબથી મોટી સંખ્યામાં શ્રદ્વાળું કુલ્લુમાં મણિકર્ણ સાહિબ ગુરુદ્વારા જઇ રહ્યા છે. જોકે, આ શ્રદ્વાળું ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવતા જઇ રહ્યા છે. આ શ્રદ્વાળું બાઇક પર સવારી કરીને પણ હોબાળો મચાવી રહ્યા છે. ગયા અઠવાડિયે કુલ્લુમાં, આ શ્રદ્વાળુંઓની સ્થાનિક લોકો સાથે ઘર્ષણ થયું હતી, જેમાં એક સ્થાનિક વ્યક્તિ પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે સ્થાનિક પોલીસ પર આ અંગે કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો, ત્યારે પોલીસ જાગી અને મોટી સંખ્યામાં ચલણ ફટકારવાનું શરૂ કર્યું. દર વર્ષે પંજાબથી શ્રદ્વાળું હિમાચલ આવે ત્યારે આવી જ રીતે હોબાળો મચાવવામાં આવે છે.
કુલ્લુ પોલીસે FIR નોંધી
કુલ્લુ પોલીસે 16 અને 16 ફેબ્રુઆરીએ આ મામલે 4 કેસ નોંધ્યા છે. પોલીસે જણાવ્યું કે 15 ફેબ્રુઆરીએ કુલ્લુ જિલ્લાના મનાલી પોલીસ સ્ટેશન અને મણિકરણ પોલીસ સ્ટેશનમાં 2 અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે. પહેલા કેસમાં, મનાલી પોલીસ સ્ટેશનમાં કલમ 152, 352 (2), અને 3(5) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ 12 ફેબ્રુઆરીના રોજ મનાલીના છિયાલના રહેવાસી સુભાષ ઠાકુરે નોંધાવી હતી. ફરિયાદ મુજબ, બે છોકરાઓ મોટરસાઇકલ પર મનાલીના રામબાગ ચોક પહોંચ્યા હતા. તેમની મોટરસાઇકલ પર ભિંડરાવાલાના ફોટાવાળો ધ્વજ હતો. મોટરસાયકલ ચાલકે ધ્વજ હટાવવાનો ઇનકાર કર્યો અને તેને મારી નાખવાની ધમકી આપી.
બીજા કેસમાં, મણિકરણ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 126(2), 115(2), 352, 151(2), અને 3(5), તેમજ આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. એક હૉટલ માલિકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ શારનીમાં હતા, ત્યારે તેમણે જોયું કે બીજા રાજ્યના કેટલાક બાઇકર્સ એક પુરુષ અને એક મહિલા રસ્તા પર સાથે દલીલ કરી રહ્યા હતા. જ્યારે ફરિયાદીએ તેમને મોટરસાયકલ પરથી ધ્વજ હટાવવા અને લડાઈ બંધ કરવા કહ્યું, ત્યારે તેણે ગાળાગાળી કરી અને અને ધમકી આપી.
તેણે ડ્રાઇવર રમેશ પર તલવાર અને ડંડાથી હુમલો પણ કર્યો. એજ રીતે, 15 ફેબ્રુઆરીના રોજ કુલ્લુ પોલીસ સ્ટેશન અને મણિકરણ પોલીસ સ્ટેશનમાં 2 અલગ-અલગ કેસ નોંધાયા હતા. પહેલા કેસમાં, સદર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 126(2), 352, 351(2) અને 3(5) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી ખીમ ચંદે ફરિયાદમાં જણાવ્યું હતું કે, 15 ફેબ્રુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે, નંગાબાગ લિંક રોડ પાસે એક મોટરસાઇકલ પૂરપાટઝડપે લપસીને પડી ગઈ. ત્યારબાદ, 10-12 મોટરસાયકલ ત્યાં ભેગા થઇ ગઇ અને સવારોએ ખીમ ચંદન સાથે ગાળાગાળી કરીને ધમકી આપી.
બેરિયર તોડી નાખ્યા
એજ રીતે, બીજા એક કેસમાં, મણિકરણ પોલીસ સ્ટેશનમાં કલમ 191(2), 303(2), 324(3), 351(2) BNS, PDP એક્ટની કલમ 3 અને MV એક્ટની કલમ 184 અને 190 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો સાથે સંબંધિત છે, જેમાં સાડા બેરિયર પર સ્ટાફ સાથે હુમલો અને ધક્કામુક્કી દર્શાવવામાં આવી છે. કુલ્લુના SP ડૉ. કાર્તિકેયન ગોકુલચંદ્રએ જણાવ્યું હતું કે હોળી પર પંજાબથી લોકો આવી રહ્યા છે અને પોલીસ કાર્યવાહી કરી રહી છે. એવું નથી, પોલીસ કાર્યવાહી કરી રહી નથી. લોકોએ પોલીસને જાણ કરવી જોઈએ અને પોલીસ કાર્યવાહી કરશે. જોકે, હિમાચલ પ્રદેશની સુક્ખૂ સરકાર અને પંજાબની માન સરકાર આ મામલે મૌન છે અને સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો નથી.
નફરતભરી પોસ્ટ પોસ્ટ કરવા બદલ કેસ દાખલ
પંજાબના અમૃતસરના હરજિંદર સિંહ દ્વારા "પીકે પવન કુમાર" નામના વ્યક્તિ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર દુર્ભાવનાપૂર્ણ ઇરાદાથી નફરતભરી પોસ્ટ શેર કરવા બદલ પોલીસ સ્ટેશન મણિકરણમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં કલમ 196 (1) (a), 353 (1) (c), BNS અંતર્ગત અભિયોગ નોંધાવવામાં આવ્યો છે.
પંજાબમાં અકાલ તખ્તે આપી પ્રતિક્રિયા
હિમાચલમાં ભિંડરાવાલાનો ફોટો હટાવવા પર, પંજાબના અકાલ તખ્ત સાહિબના જત્થેદાર જ્ઞાની કુલદીપ સિંહે કહ્યું કે, જરનૈલ સિંહ ભિંડરાવાલા શીખ સમુદાયના મહાન નાયક છે અને શીખ યુવાનો પરના અત્યાચારોને સહન કરવામાં નહીં આવે. બીજી તરફ, સમગ્ર ઘટના અંગે HRTC બસો પર ફોટોગ્રાફ્સ લગાવ્યા બાદ પરિવહન નિગમના ડ્રાઇવરોમાં ભયનો માહોલ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp