મહારાષ્ટ્રમાં ભડકી સાંપ્રદાયિક હિંસા, જાણો શા માટે પરિસ્થિતિ બની તંગ; જુઓ વીડિયો

મહારાષ્ટ્રમાં ભડકી સાંપ્રદાયિક હિંસા, જાણો શા માટે પરિસ્થિતિ બની તંગ; જુઓ વીડિયો

03/18/2025 National

SidhiKhabar

SidhiKhabar

મહારાષ્ટ્રમાં ભડકી સાંપ્રદાયિક હિંસા, જાણો શા માટે પરિસ્થિતિ બની તંગ; જુઓ વીડિયો

Maharashtra Violance: મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબરને લઈને ગરમાવો વધી રહ્યો છે. નાગપુરમાં સોમવારે ઔરંગઝેબની કબરને હટાવવા માટે એક દક્ષિણપંથી સંગઠન દ્વારા કરવામાં આવેલા પ્રદર્શન દરમિયાન ઔરંગઝેબની કબરના ચિત્ર સાથેના એક બેનરને સળગાવવામાં આવ્યું હતું, પરંતુ આ બેનર પર કલમો (ઇસ્લામી ધાર્મિક શ્લોક) પણ લખેલો હતો. જેથી મુસ્લિમોએ સખત વિરોધ કરતા તણાવ ઉત્પન્ન થઇ ગયો, ત્યારબાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને પોલીસ પર પથ્થરમારો થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસે મધ્ય નાગપુરના ચિટનીસ પાર્ક અને મહેલ વિસ્તારોમાં ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. જોતજોતામાં બપોરે કોતવાલી અને ગણેશપેઠ સુધી હિંસા ફેલાઈ ગઈ.

મહારાષ્ટ્રના નાગપુરમાં હિંસા બાદ વિસ્તારમાં તણાવનું વાતાવરણ છે. મહલ વિસ્તારમાં એક પક્ષ દ્વારા મોટા પાયે હિંસા કરવામાં આવી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે અને ઘણા વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના નાગપુરમાં થયેલી હિંસાને લઈને પોલીસ આરોપીઓની ધરપકડ પણ કરી રહી છે કે આ હિંસામાં 20-22 પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે. સાથે જ 60 કરતા વધારે ઉપદ્રવીઓની અટકાયત કરવામાં આવી છે.


500-1000 લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો- સ્થાનિક

500-1000 લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો- સ્થાનિક

હિંસામાં જેની કારને આગ લગાડવામાં આવી હતી તેવા સ્થાનિક રહેવાસી સુનિલ પેશને જણાવ્યું હતું કે, આ ઘટના રાત્રે 8:30 વાગ્યાની આસપાસ બની હતી. 500-1000 લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો. તેમણે અમારી કારને પણ સળગાવી દીધી. તેમણે લગભગ 25-30 વાહનોમાં તોડફોડ કરી હતી.

નાગપુરના હંસપુરી વિસ્તારના એક પ્રત્યક્ષદર્શી અને સ્થાનિકે કહ્યું કે, "એક ટીમ અહીં આવી, તેમના ચહેરા છુપાયેલા હતા. તેમના હાથમાં ધારદાર હથિયારો, સ્ટિકરો અને બોટલો હતી. તેમણે હોબાળો મચાવ્યો, દુકાનોમાં તોડફોડ કરી અને પથ્થરમારો શરૂ કર્યો. તેમણે વાહનોમાં પણ આગ લગાવી દીધી.


પોલીસ મૂકદર્શક બની રહી છે- ઈમરાન મસૂદ

પોલીસ મૂકદર્શક બની રહી છે- ઈમરાન મસૂદ

નાગપુર હિંસા પર કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે કહ્યું કે, "પોલીસ મૂકદર્શક બની રહી છે, તેઓ શું કરશે? આ બધું પોલીસની દેખરેખમાં થઈ રહ્યું છે... અહીં મુખ્ય પ્રધાનનું ઘર છે, તેથી તેઓએ જોવું જોઈએ કે શું થઈ રહ્યું છે. જો તમે નફરત ફેલાવશો, તો દેશમાં શાંતિ ભંગ થશે અને વિકાસ નહીં થાય. જો તેમણે સરકાર બનાવી છે, તો તેમણે લોકો માટે કામ કરવું જોઇએ, પરંતુ તેઓ 400 વર્ષ જૂના મુદ્દાઓને ખોદી રહ્યા છે.

નાગપુર પોલીસ કમિશનર ડૉ. રવિન્દર સિંઘલે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે. એક તસવીર સળગાવવામાં આવી હતી, ત્યારબાદ લોકો એકઠા થઇ ગયા હતા અને અમે તેમના નિવેદન પર કાર્યવાહી કરી હતી. લોકોનું એક પ્રતિનિધિમંડળ પણ મને મળવા મારી ઑફિસ આવ્યું હતું. અમે FIR નોંધી છે. આ ઘટના રાત્રે 8:30 વાગ્યાની આસપાસ બની હતી. 2 વાહનો સળગાવી દેવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top