બનાસકાંઠામાં ફૂડ વિભાગે 22 પેઢીઓ બોલાવ્યો સપાટો, આટલા રૂપિયાનો ફટકાર્યો દંડ
હવે દરેક વસ્તુની નકલ થઇ રહી છે અથવા તો તેમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. એવા ઘણા કિસ્સા સામે આવી ચુક્યા છે, જ્યારે નકલી અને ભેલાસેલાવાળી વસ્તુઓ પકડાઈ હોય. આમ તો ફૂડ વિભાગ સમય-સમય પર આવા મિલાવાટિયાઓ સામે કાર્યવાહી કરતો હોય છે, ત્યારે બનાસકાંઠામાં ફૂડ વિભાગ એક્શનમાં આવી ગયો છે અને તેણે અલગ-અલગ પેઢીઓ પર કાર્યવાહી કરીને દંડ ફટકાર્યો છે.
મળતી માહિતી મુજબ,બનાસકાઠા જિલ્લાની 22 પેઢીઓને 47.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 6 માસ અગાઉ લેવામાં આવેલા ઘી, માવો, દૂધ અને ખાદ્ય તેલના સેમ્પલ ફેઈલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. પાલનપુર એડિશનલ કલેક્ટરે આ પેઢીઓને દંડ ફટકાર્યો છે.
થોડા અઠવાડિયા અગાઉ પણ બનાસકાંઠાના ફૂડ વિભાગ દ્વારા નવકાર ડેરી પ્રોડક્ટ પેઢી ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી અને ગાયના ઘીના 11 જેટલા શંકાસ્પદ નમુના લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp