ભારત-પાકિસ્તાન મેચ બાદ ટ્રોલ થયો IITian બાબા, વિરાટ કોહલીને લઇને કરી હતી મોટી ભવિષ્યવાણી

ભારત-પાકિસ્તાન મેચ બાદ ટ્રોલ થયો IITian બાબા, વિરાટ કોહલીને લઇને કરી હતી મોટી ભવિષ્યવાણી

02/24/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

ભારત-પાકિસ્તાન મેચ બાદ ટ્રોલ થયો IITian બાબા, વિરાટ કોહલીને લઇને કરી હતી મોટી ભવિષ્યવાણી

IITian Baba: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીએ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર રમત બતાવી અને પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. ભારત પાકિસ્તાન મેચ બાદ IITian બાબા (અભય સિંહ) સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થયો. તેણે મેચ પહેલા એક મોટી ભવિષ્યવાણી કરી હતી.


કેમ ટ્રોલ થયો IITian બાબા?

કેમ ટ્રોલ થયો IITian બાબા?

ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. આ મેચ પહેલા IITian બાબાએ એક મોટી ભવિષ્યવાણી કરી હતી. તેણે કહ્યું હતું કે પાકિસ્તાન સામેની મેચમાં ભારતને હારનો સામનો કરવો પડશે. ભારતીય ટીમ કોઈપણ સંજોગોમાં મેચ હારી જશે.

આ ઉપરાંત, બાબાએ વિરાટ કોહલીને લઇને એમ પણ કહ્યું હતું કે તે પાકિસ્તાન સામેની મેચમાં ફ્લોપ રહેશે. પરંતુ ભારત-પાકિસ્તાન મેચમાં બાબાની ભવિષ્યવાણી પૂરી રીતે ખોટી પડી. ભારતે આ મેચ પણ જીતી હતી અને વિરાટ કોહલીએ પણ આ મેચમાં એક શાનદાર સદી ફટકારી હતી. હવે ભારતીય ટીમની જીત બાદ બાબાને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.


આ હતી મેચની સ્થિતિ

આ હતી મેચની સ્થિતિ

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 241 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન સાઉદ શકીલે બનાવ્યા હતા. તેણે 62 રનની ઇનિંગ રમી. લક્ષ્યનો પીછો કરતા ભારતે માત્ર 42.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી. કિંગ કોહલીએ 111 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય શ્રેયસ ઐયરે પણ 56 રન બનાવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top