શશિ થરૂર કોંગ્રેસથી નારાજ છે કે પાર્ટી તેમનાથી? કેમ સામે આવી લડાઈ, જાણો સંપૂર્ણ પૃષ્ઠભૂમિ

શશિ થરૂર કોંગ્રેસથી નારાજ છે કે પાર્ટી તેમનાથી? કેમ સામે આવી લડાઈ, જાણો સંપૂર્ણ પૃષ્ઠભૂમિ

02/24/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

શશિ થરૂર કોંગ્રેસથી નારાજ છે કે પાર્ટી તેમનાથી? કેમ સામે આવી લડાઈ, જાણો સંપૂર્ણ પૃષ્ઠભૂમિ

Shashi Tharoor: લોકસભા ચૂંટણીમાં જોરદાર વાપસીના સંકેત આપ્યા બાદ કોંગ્રેસ હરિયાણાથી લઈને મહારાષ્ટ્ર સુધી હારના ટ્રેક પર ફરી રહી છે, હવે દરિયાકાંઠાના રાજ્ય કેરળમાંથી રાજકીય વાવાઝોડું ઊભું થયું છે. કેરળના તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે તાજેતરમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને 2 નિવેદન આપ્યા અને નારાજ દેખાયા. થરૂરના નિવેદનો પર કેરળ કોંગ્રેસે લક્ષ્મણ રેખાને યાદ કરાવી છે. હવે સવાલ એ છે કે શશિ થરૂર કોંગ્રેસથી નારાજ છે કે કોંગ્રેસ થરૂરથી નારાજ? કોંગ્રેસની અંદરની આ લડાઈ કેમ સામે આવી?


થરૂરનું નિવેદન અને રાહુલ ગાંધી સાથે મુલાકાત

થરૂરનું નિવેદન અને રાહુલ ગાંધી સાથે મુલાકાત

તાજેતરમાં જ શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે મને લાગે છે કે તેના પરિણામો ખૂબ સારા છે. વડાપ્રધાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિને મળનારા ચોથા નેતા છે, આ ભારતની વૈશ્વિક સ્થિતિ દર્શાવે છે. એક લેખમાં, તેમણે કેરળની ડાબેરી સરકારની તેની રોકાણ-મૈત્રીપૂર્ણ નીતિઓ અને સ્ટાર્ટઅપ પહેલ માટે પણ પ્રશંસા કરી. વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ અને ડાબેરી સરકારના કામના વખાણ કર્યા બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શશિ થરૂરને બોલાવ્યા હતા.

શશિ થરૂર 18 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીને મળ્યા હતા. રાહુલ ગાંધીને મળ્યા બાદ શશિ થરૂર નારાજ દેખાય છે. તેમણે હવે એમ પણ કહ્યું છે કે જો પાર્ટીને મારી જરૂર ન હોય તો મારી પાસે અન્ય વિકલ્પો પણ છે. શશિ થરૂરે કેરળમાં નવા મતદારોને કોંગ્રેસમાં જોડાવા અને તેનો મતદાર આધાર વધારવા માટે આહ્વાન કરતા કહ્યું હતું કે પાર્ટીના કેરળ એકમને એક સારા નેતાની જરૂર છે. સ્વતંત્ર સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણોના સંદર્ભે, તેમણે નેતૃત્વ માટે પોતાનો દાવો પણ રજૂ કર્યો.


થરૂર કોંગ્રેસથી નારાજ કે કોંગ્રેસ થરૂરથી?

થરૂર કોંગ્રેસથી નારાજ કે કોંગ્રેસ થરૂરથી?

શશિ થરૂરનું નિવેદન કે પાર્ટીને મારી જરૂર નથી તો અન્ય વિકલ્પો છે, તેમની નારાજગીની ચર્ચાઓ સામાન્ય બની ગઈ છે. કોંગ્રેસ હાઈકમાન્ડ અને શશિ થરૂર વચ્ચેના સંબંધોના સમીકરણને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. શશિ થરૂર છેલ્લા કેટલાક સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયા છે. તેઓ CWCમાં છે પરંતુ તેની કોઈ સક્રિય ભૂમિકા નથી. શશિ થરૂરે પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લડી હતી અને હવે 2026ની કેરળ ચૂંટણી પહેલા નેતૃત્વની જરૂરિયાતનો સંદર્ભ આપીને સર્વેમાં લોકપ્રિયતાના આધારે પોતાનો દાવો રજૂ કર્યો છે.

શશિ થરૂર સક્રિય નેતૃત્વની ભૂમિકા ઈચ્છે છે. કેરળમાં નેતૃત્વની લડાઈ રમેશ ચેન્નીથલા અને કેસી વેણુગોપાલના જૂથો વચ્ચે પહેલેથી જ ચાલી રહી છે. રાહુલ ગાંધી સાથેની મુલાકાત દરમિયાન શશિ થરૂરે પાર્ટીમાં અવગણના થવાની ફરિયાદ કરી હતી અને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવાની માગ કરી હતી. વિપક્ષી નેતા સાથેની મુલાકાત બાદ, શશિ થરૂરે સોશિયલ મીડિયા પર અંગ્રેજી કવિ થોમસ ગ્રેની કવિતાનો એક ક્વોટ શેર કર્યો હતો - 'જ્યાં અજ્ઞાન આનંદ છે, જ્ઞાની હોવું મૂર્ખતા છે'. આને પણ કોંગ્રેસ સાથે જોડવામાં આવતું હતું.

શશિ થરૂર હવે કેરળ કોંગ્રેસમાં સક્રિય નેતૃત્વ ઈચ્છે છે, જ્યારે કેરળ કોંગ્રેસ તેમને રાષ્ટ્રીય રાજકારણમાં ધકેલવા માટે પ્રયાસ કરી રહી છે. કેરળના કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેકે મુરલીધરને ખુલ્લેઆમ કહ્યું છે કે રાષ્ટ્રીય સ્તરે યુવાનોને પાર્ટી સાથે જોડવા માટે તેમનો (શશિ થરૂર) ઉપયોગ થવો જોઈએ. કેરળમાં અમારા જેવા કાર્યકરો પાર્ટીનું કામ કરવા માટે છે.

શશિ થરૂર અને કેરળ કોંગ્રેસ વચ્ચે આવું જ થયું. હવે જો કોંગ્રેસ હાઈકમાન્ડના દૃષ્ટીકોણથી જોઈએ તો તેની થરૂરથી નારાજગીના ઘણા કારણો છે. શશિ થરૂર રાજદ્વારીમાંથી બનેલા રાજકારણી છે અને રાજકારણમાં પણ તેઓ પક્ષના સ્ટેન્ડ સિવાય રાજદ્વારી સ્ટેન્ડ પર ઊભા રહેતા જોવા મળે છે. ક્યારેક તેઓ પોતાના વિરોધીઓના વખાણ કરે છે તો ક્યારેક એવા નિવેદન આપે છે જેનાથી વિરોધ પક્ષને ફાયદો થાય છે અને તેમની જ પાર્ટીને અને નુકસાન થાય છે. વડાપ્રધાન મોદી અને કેરળની LDF સરકાર અંગેના નિવેદનો અને લેખો તો માત્ર તાજા ઉદાહરણ છે.

કોંગ્રેસ હાઈકમાન્ડની નારાજગીનું એક કારણ શશિ થરૂરની નવલકથા 'ધ ગ્રેટ ઈન્ડિયન નોવેલ' છે. આ નવલકથામાં થરૂરે 15 ઑગસ્ટ 1947ના રોજ આઝાદીનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે ધૃતરાષ્ટ્રએ ભારતનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેનો ઉપયોગ કરીને વિપક્ષ કોંગ્રેસ પાર્ટીને ઘેરી રહ્યો છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે થરૂરની નવલકથાના પેજ નંબર 245ની આ કહાનીના આધારે સંસદમાં કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top