AAPની હાર થતા જ દિલ્હી સચિવાલયમાં હાહાકાર! ફાઈલો બચવવામાં વ્યસ્ત અધિકારીઓ, આ આદેશ જાહેર કર્યો
Delhi Election Results 2025: દિલ્હી ચૂંટણી 2025 ના પરિણામો આવ્યા બાદ, દિલ્હી સચિવાલયમાં આ સમયે ભાગદોડ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સચિવાલયમાં આમ આદમી પાર્ટીના નેતાઓ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, એવી આશંકા છે કે કોઈ મહત્ત્વપૂર્ણ ફાઇલ ગુપ્ત રીતે અંદરથી ગાયબ થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને, દિલ્હી સચિવાલયની જનરલ એડમિનિસ્ટ્રેટિવ બ્રાન્ચના સંયુક્ત સચિવ પ્રદીપ તાયલ દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પરવાનગી વિના કોઈપણ ફાઇલ સચિવાલયની બહાર ન જવી જોઈએ.
દિલ્હી ચૂંટણીમાં AAPની હાર બાદ દિલ્હીના એક વરિષ્ઠ અધિકારીએ સરકારી દસ્તાવેજો અને ડેટાને સુરક્ષિત રાખવા માટે દિલ્હી સચિવાલયના અધિકારીઓને પત્ર લખ્યો છે. પ્રદીપ તાયલે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે સુરક્ષા ચિંતાઓ અને રેકોર્ડની સલામતીને ધ્યાનમાં રાખીને, વિનંતી કરવામાં આવે છે કે જનરલ એડમિનિસ્ટ્રેટિવ બ્રાન્ચ(GAD)ની પરવાનગી વિના દિલ્હી સચિવાલય પરિસરમાંથી કોઈપણ ફાઇલો કે દસ્તાવેજો, કમ્પ્યુટર હાર્ડવેર વગેરે બહાર ન લઈ જવામાં આવે.
આદેશમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સચિવાલયમાં સ્થિત વિભાગો/કાર્યાલયો હેઠળના સંબંધિત શાખા પ્રભારીઓને તેમના વિભાગો/શાખાઓ હેઠળના રેકોર્ડ, ફાઇલો, દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ફાઇલો વગેરેની સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનાઓ જાહેર કરવામાં આવે. આ આદેશ સચિવાલય કચેરીઓ અને મંત્રી પરિષદના કાર્યાલયોને પણ લાગૂ પડશે અને બંને કાર્યાલયોના પ્રભારીઓને પણ આ આદેશનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આપના ટોચના નેતાઓ પણ હારી ગયા
આમ આદમી પાર્ટી 2015થી દિલ્હીમાં સતત સત્તામાં છે. છેલ્લી 2 ચૂંટણીઓમાં, તેણે ભાજપને ખરાબ રીતે હરાવી હતી. આ વખતે દિલ્હીની ચૂંટણીમાં ભાજપે અરવિંદ કેજરીવાલની પાર્ટીને ખરાબ રીતે હરાવી. અરવિંદ કેજરીવાલ પોતે નવી દિલ્હી બેઠક પરથી પરવેશ વર્મા સામે હારી ગયા. આ ઉપરાંત મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને પણ હારનો સામનો કરવો પડ્યો. તાજેતરના વલણોમાં, ભાજપને 47 બેઠકો અને આમ આદમી પાર્ટીને 23 બેઠકો મળતી જોવા મળી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp