કારખાનામાં ભીષણ આગ, કેટલાય કિલોમીટર સુધી ધુમાડના ગોટેગોટા ઉડતા દેખાયા

કારખાનામાં ભીષણ આગ, કેટલાય કિલોમીટર સુધી ધુમાડના ગોટેગોટા ઉડતા દેખાયા

02/24/2025 National

SidhiKhabar

SidhiKhabar

કારખાનામાં ભીષણ આગ, કેટલાય કિલોમીટર સુધી ધુમાડના ગોટેગોટા ઉડતા દેખાયા

Sonipat Factory Fire: પ્લાસ્ટીકના ડ્રમ બનાવતી રામનગર-પીપલીખેડા રોડ પર આવેલી SR પ્લાસ્પોડ્રમ ફેક્ટરીમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી છે. આગ લાગતાની સાથે જ ફેક્ટરીમાં કામ કરતા મજૂરોએ પોતાના સ્તરે આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ પર કાબૂ મેળવી શકાયો ન હોવાથી ફાયર વિભાગને જાણ કરી હતી.

ત્યારબાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, પરંતુ થોડી જ વારમાં આગની જ્વાળાએ આખી ફેક્ટરીને લપેટમાં લીઇ લીધી હતી. આગનો ધુમાડો પણ કેટલાય કિલોમીટર સુધી ફેલાઈ ગયો હતો.


અત્યાર સુધીમાં લાખોનું નુકસાન થયું છે

અત્યાર સુધીમાં લાખોનું નુકસાન થયું છે

સોનીપત, કુંડલી અને આસપાસના વિસ્તારોમાંથી ઘણા વાહનોને સ્થળ પર બોલાવવા પડ્યા, પરંતુ હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. ફેક્ટરીના માલિક મોહિત મિત્તલના જણાવ્યા અનુસાર આગને કારણે તેમને લાખોનું નુકસાન થઈ ચૂક્યું છે.

ફેક્ટરી માલિકનો આરોપ છે કે આગ લાગ્યા બાદ ગન્નૌર સહિત ઘણી જગ્યાએ ફાયર બ્રિગેડને ફોન કર્યો, પરંતુ કોઈએ સમયસર જવાબ આપ્યો નહોતો. જો ફાયર બ્રિગેડ સમયસર એક્શનમાં આવી હોત તો ઓછામાં ઓછી એક ફેક્ટરીને બચાવી શકાઈ હોત.

મામલાની માહિતી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ ઓલવવાની રાહ કાર્યવાહી રહી છે. પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top