મેડમ CM એક્શન મોડમાં...! શપથ બાદ સામે આવ્યો રેખા ગુપ્તાનો આગામી 5 કલાકનો એક્શન પ્લાન
CM Rekha Gupta: રેખા ગુપ્તાએ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. પદના શપથ લેતાની સાથે જ તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. દિલ્હી કેબિનેટની પ્રથમ બેઠક પણ આજે જ યોજાશે.
રેખા ગુપ્તાએ બપોરે 3:00 વાગ્યે દિલ્હી સચિવાલય પહોંચીને ચાર્જ સંભાળ્યો હતો. તેઓ સાંજે 5:00 વાગ્યે યમુના બજારના વાસુદેવ ઘાટની મુલાકાત લેશે. ત્યારબાદ, સાંજે 7:00 વાગ્યે દિલ્હી સચિવાલયમાં પ્રથમ કેબિનેટ બેઠક યોજાશે.
દિલ્હી કેબિનેટના નવા મંત્રીઓ પહેલા યમુના જશે અને પછી તેમની કેબિનેટ બેઠકમાં ભાગ લેશે. રેખા ગુપ્તાએ આજે રામલીલા મેદાનમાં દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ તેમના કેબિનેટ મંત્રી પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઈન્દ્રરાજ, કપિલ મિશ્રા અને પંકજ સિંહે પણ શપથ લીધા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp