શું ભગવંત માનની નોકરીમાંથી થવાની છે છુટ્ટી? અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી બનશે, ભાજપ-કોંગ્રેસનો દાવો
દેશની રાજધાની દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પાસે હવે ફક્ત પંજાબમાં જ સરકાર બચી છે. શું કેજરીવાલ હવે પંજાબના મુખ્યમંત્રી પદ સંભાળશે? શું ભગવંત માનને મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવશે? આ એવા પ્રશ્નો છે જે દેશના રાજકારણમાં ઝડપથી ગતિ પકડી રહ્યા છે. આનું મુખ્ય કારણ મંગળવારે પંજાબના આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે કેજરીવાલની મુલાકાત છે. AAP કન્વીનરે દિલ્હીમાં આ બેઠક બોલાવી છે. ભાજપ અને કોંગ્રેસ આરોપ લગાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ હવે ભગવંત માનને સત્તા પરથી હટાવીને પોતે પંજાબના મુખ્યમંત્રી બનવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભાજપના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે કેજરીવાલે પંજાબના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. તેઓ ભગવંત માનને અયોગ્ય ગણાવીને મુખ્યમંત્રીની ખુરશી પરથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. \ કેજરીવાલ પંજાબમાં મહિલાઓને 1,000 રૂપિયા આપવાના પોતાના વચનને પૂરું કરવામાં નિષ્ફળ ગયા છે. નશાખોરી પર પણ કાબૂમાં ન રાખી શક્યા. પંજાબમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. હવે કેજરીવાલ પંજાબના ધારાસભ્યોને એમ કહેવા માટે મજબૂર કરી રહ્યા છે કે તેઓ એક સારા માણસ છે અને તેમને ત્યાંના મુખ્યમંત્રી બનાવવામાં આવે.
આ અગાઉ, પંજાબ કોંગ્રેસના નેતા અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું હતું કે દિલ્હીમાં હાર્યા બાદ, કેજરીવાલ હવે ધારાસભ્યો સાથે વાત કરીને પંજાબના મુખ્યમંત્રી બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભગવંત માનને મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા બાદ તેઓ પોતે પંજાબના મુખ્યમંત્રી બનવા માગે છે. તેમણે પંજાબમાં વહેલી ચૂંટણી અને પંજાબની આમ આદમી પાર્ટીમાં આંતરિક ઝઘડાની પણ ભવિષ્યવાણી કરી. બાજવાએ પોતાના નિવેદનમાં આમ આદમી પાર્ટીના પંજાબના પ્રદેશ પ્રમુખ અમન અરોરાના એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે એક હિન્દુ પણ પંજાબના મુખ્યમંત્રી બની શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp