રાહુલ ગાંધીએ એવું શું કહ્યું કે સંસદમાં હોબાળો થઇ ગયો? અને પછી નેતા વિપક્ષે માફી માગવી પડી

રાહુલ ગાંધીએ એવું શું કહ્યું કે સંસદમાં હોબાળો થઇ ગયો? અને પછી નેતા વિપક્ષે માફી માગવી પડી

02/04/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

રાહુલ ગાંધીએ એવું શું કહ્યું કે સંસદમાં હોબાળો થઇ ગયો? અને પછી નેતા વિપક્ષે માફી માગવી પડી

Rahul Gandhi: આજે સંસદના બજેટ સેશનનો ત્રીજો દિવસ છે. પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિભાષણ આપ્યું હતું અને તેના બીજા દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કર્યું હતું અને ત્રીજા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા ચાલી રહી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે રાષ્ટ્રપતિના ભાષણમાં કંઈ નવું નહોતું. મેં ગત વખતે પણ આ જ ભાષણ સાંભળ્યું હતું. સરકારો બેરોજગારોની વાતો કરતા નથી. દેશમાં બેરોજગારી હજુ પણ એવી જ છે. મેક ઇન ઇન્ડિયા એક સારો વિચાર હતો, પરંતુ તે નિષ્ફળ થઇ ગયો.


રાહુલે કહ્યું- દેશમાં ફક્ત મોબાઈલ જ એસેમ્બલ થઈ રહ્યા છે

રાહુલે કહ્યું- દેશમાં ફક્ત મોબાઈલ જ એસેમ્બલ થઈ રહ્યા છે

દેશના ઉત્પાદન ક્ષેત્રમાં ઘટાડો થયો છે. ભારતે ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. રાહુલ ગાંધીએ મોબાઈલનું ઉદાહરણ આપતા કહ્યું કે મોબાઈલ ફક્ત દેશમાં જ એસેમ્બલ થઈ રહ્યા છે અને આપણે ચીનને ટેક્સ ચૂકવી રહ્યા છીએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં કોમ્પ્યુટર કોંગ્રેસની દેન છે. ભારતમાં ગુગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આપણો ડેટા એકત્રિત કરી રહ્યા છે. ભારત પાસે કોઈ ડેટા નથી. અમેરિકન કંપની પાસે ડેટા છે. આપણે શાળાઓમાં બાળકોને બેટરી, ડ્રોન, રોબોટ, સ્ટ્રક્ચર વિશે માહિતી આપવી જોઈએ. ચીન પાસે બેટરી, રોબોટ, ઓપ્ટિક્સ છે, પરંતુ છેલ્લા 10 વર્ષમાં આપણે તેનાથી પાછળ રહી ગયા છીએ. આપણે આના પર કામ કરવાની જરૂર છે.

જ્યારે રાહુલ ગાંધીએ વિદેશ નીતિ વિશે વાત કરી ત્યારે સંસદમાં હોબાળો થયો. રાહુલે કહ્યું કે અમે વિદેશ મંત્રીને વડાપ્રધાનને આમંત્રણ આપવા માટે અમેરિકા મોકલતા નથી. આ વાતને લઈને હોબાળો મચી ગયો. કિરેન રિજિજુએ કહ્યું કે તમે વિપક્ષના નેતા જેવા પદ પર છો અને તમારે નક્કર માહિતી રજૂ કરવી જોઈએ. જોકે, રાહુલે પાછળથી માફી માગી અને કહ્યું કે જો વિચલિત થયા હોય તો તે માફી માગે છે.


રાહુલ ગાંધીનો ગંભીર આરોપ

રાહુલ ગાંધીનો ગંભીર આરોપ

રાહુલ ગાંધીએ ચીની સેના પર ભારતીય જમીન પર કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષી નેતાએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ તેને નકારી કાઢ્યું, પરંતુ સેનાએ કહ્યું કે ચીન 4000 ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી રહ્યું છે. આ અંગે વાંધો વ્યક્ત કરતા શાસક પક્ષના સાંસદોએ વાંધો વ્યક્ત કર્યો અને કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે. તમારે આવું ન કહેવું જોઈએ, આ દેશ માટે સારું નથી. તમારે ગંભીર રહેવું પડશે. સ્પીકરે રાહુલ ગાંધીને તેમના નિવેદનોના સમર્થનમાં તથ્યો ગૃહના ટેબલ પર મૂકવા કહ્યું. સેના પ્રમુખના નિવેદનનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીને આપણા દેશની જમીન પર કબજો કરી લીધો છે.

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં RSS વડા મોહન ભાગવતના નિવેદનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે મોહન ભાગવતે કહ્યું હતું કે ભારતને 1947માં આઝાદી મળી નહોતી. અયોધ્યામાં રામ મંદિર મળ્યા બાદ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. આ દેશ બંધારણ દ્વારા ચાલશે. રાહુલ ગાંધીના નિવેદન પર સ્પીકર ઓમ બિરલાએ તેમને અટકાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "મારી તમને વિનંતી છે કે તમે વિપક્ષના નેતા છો. તમે જે પણ વિષય ઉઠાવો છો, તે તથ્યો પર આધારિત હોવો જોઈએ. જે લોકો ગૃહના સભ્ય નથી તેમની ચર્ચા ન કરો. નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરો. જવાબ આપતા આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોહન ભાગવતજીએ એક નિવેદન આપ્યું હતું.


રાહુલે ECI પાસેથી મતદાર યાદીનો ડેટા માગ્યો

રાહુલે ECI પાસેથી મતદાર યાદીનો ડેટા માગ્યો

મહારાષ્ટ્રના પરિણામોનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ઇન્ડિયા બ્લોકે લોકસભા ચૂંટણી જીતી, પરંતુ લોકસભા ચૂંટણી અગાઉ હિમાચલ પ્રદેશની વસ્તી જેટલા નવા મતદારો યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા. લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે 70 લાખ નવા મતદારો ઉમેરાયા. છેલ્લા 5 મહિનામાં મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ વર્ષમાં ઉમેરાયા, તેનાથી વધુ છેલ્લા 5 વર્ષમાં જોડવામાં આવ્યા.

શિરડીના એક મકાનમાં 7 હજાર નવા મતદારો ઉમેરાયા છે. હું કોઈ આરોપ લગાવી રહ્યો નથી. હું ફક્ત એટલું જ કહી રહ્યો છું કે કંઈક સમસ્યા છે. અમે ચૂંટણી પંચ પાસે માગણી કરી છે કે અમને લોકસભાની મતદાર યાદી, નામ અને સરનામા પૂરા પાડવામાં આવે. નવા મતદારો મોટાભાગે તે વિધાનસભા બેઠકો પર ઉમેરાયા હતા જ્યાં ભાજપનો સફાયો થયો હતો. અમારી પાસે આ ડેટા છે. ચૂંટણી કમિશનરની પસંદગી વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિ દ્વારા થવાની હતી. મુખ્ય ન્યાયાધીશને કેમ હટાવવામાં આવ્યા?

ભગવાન શિવનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશે પોતાના પ્રાચીન વારસા સાથે જોડાઇ રહેવાની જરૂર છે. તમે સરદાર પટેલનો ઉલ્લેખ કરો છો, પણ દરરોજ તેમના મૂલ્યોને કચડી નાખો છો. તમે આંબેડકર વિશે વાત કરો છો અને તેમના મૂલ્યોને કચડી નાખો છો. તમે ભગવાન બુદ્ધ વિશે વાત કરો છો, પણ તેમના મૂલ્યોમાં માનતા નથી. તમે નેહરુ વિશે વાત કરો છો, ના, ના... તમે તેમન નથી માનતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top