કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું ગુજરાતનું બજેટ
Gujarat Budget: વિધાનસભા સત્રનો આજે બીજો દિવસે છે. ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈ 20 ફેબ્રુઆરીના રોજ એટલે આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ છે તેમણે 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ.
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 4283 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 1450 ડિલક્ષ અને 400 મીડી બસ સાથે કુલ 1850 નવી બસ માટે 766 કરોડની જોગવાઈ, 200 નવી પ્રિમિયમ AC બસ સાથે 25 પ્રવાસી યાત્રાધામો ને સાંકળવા 360 કરોડની જોગવાઈ, નવા ડેપો વર્કશોપ અને બસ સ્ટેશન ના આધુનિકીકરણ માટે 291 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યના પ્રવાસન વિભાગના બજેટમાં 31% નો વધારો કરવામાં આવ્યો છે. પ્રવાસન વિકાસ માટે 6505 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંબાજી ધામ વિકાસ માટે 180 કરોડની વિશેષ જોગવાઈ છે. પ્રવાસન સ્થળોના રસ્તાઓના વિકાસ માટે અલગ બજેટની જોગવાઈ કરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp