બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડને લઈને હોબાળો, ફરી હિંદુઓ પર હુમલો થયો; અનેક ઇજાગ્રસ્ત
Chinmoy Prabhu Arrested: બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. ચટગાંવ ISCKON પુંડરીક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ બાદ સ્થિતિ વણસી રહી છે. ચિન્મય પ્રભુની ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન BNP અને જમાતના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હિન્દુ સમુદાયના 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઢાકાના શાહબાગમાં શાંતિપૂર્ણ સભા દરમિયાન હિન્દુ સમુદાયના લોકો અને ચિટગાંવ યુનિવર્સિટીના પ્રોફેસર કુશાલ બરન પર પણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા છે. ઘણા લોકોને હૉસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે.
ચિન્મય પ્રભુની ધરપકડ બાદ ISCKONએ X પર પોસ્ટ કરી છે. જેમાં કહ્યું કે, અમને ચિંતાજનક સમાચાર મળ્યા છે કે ISCKON બાંગ્લાદેશના અગ્રણી નેતા ચિન્મય કૃષ્ણ દાસની ઢાકા પોલીસે ધરપકડ કરી છે. ISCKON ભારત સરકારને તાત્કાલિક પગલાં લેવા અને બાંગ્લાદેશ સરકાર સાથે વાત કરવા અપીલ કરે છે. અમે શાંતિપૂર્ણ ભક્તિ આંદોલન કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે બાંગ્લાદેશ સરકાર ચિન્મય કૃષ્ણ દાસને જલદી મુક્ત કરે. અમે આ ભક્તોની સુરક્ષા માટે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ છીએ.
ISKCON tweets, "We have come across disturbing reports that Sri Chinmoy Krishna Das, one of the prominent leaders of ISKCON Bangladesh, has been detained by the Dhaka police. It is outrageous to make baseless allegations that ISKCON has anything to do with terrorism anywhere in… pic.twitter.com/Db8xG1JX3y — ANI (@ANI) November 25, 2024
ISKCON tweets, "We have come across disturbing reports that Sri Chinmoy Krishna Das, one of the prominent leaders of ISKCON Bangladesh, has been detained by the Dhaka police. It is outrageous to make baseless allegations that ISKCON has anything to do with terrorism anywhere in… pic.twitter.com/Db8xG1JX3y
તમને જણાવી દઈએ કે આ વર્ષે 30 ઓક્ટોબરે બાંગ્લાદેશમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુ સહિત 19 લોકો વિરુદ્ધ રાજદ્રોહ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં 2 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આરોપ છે કે 25 ઓક્ટોબરના રોજ સનાતન જાગરણ મંચે ચટગાંવના લાલદીઘી ગ્રાઉન્ડમાં 8 સુત્રીય માગ સાથે રેલીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોએ એક ચોક પર સ્થિત આઝાદી સ્તંભ પર ભગવો ઝંડો ફરકાવ્યો હતો. આ ધ્વજ પર આમી સનાતની લખેલું હતું. તેને લઇને ચિન્મય કૃષ્ણ દાસ પર રાષ્ટ્રધ્વજના અવમાનના અને અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ દરમિયાન અત્રે એ પણ જણાવી દઈએ કે બાંગ્લાદેશ પોલીસે સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ કરી હતી. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલનના કારણે શેખ હસીનાની સરકારના પતન બાદ ત્યાં રહેતા લઘુમતી હિન્દુઓ નિશાના પર છે. વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળોને નિશાનો બનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના મહેરપુરના ખુલનામાં સ્થિત ISCKON મંદિરને પણ નિશાનો બનાવવામાં આવ્યું હતું. આ હુમલાને લઈને ચિન્મય પ્રભુએ હિંદુ મંદિરોની સુરક્ષાને લઈને ગાઢ ચિંતા વ્યક્ત કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp